- કડાણામા ઇનફલો 6111: આઉટફલો 5150 કયુસેક:પાનમમાં આવક 278
- કડાણા જળાશયમાં જળસ્તર 100 ટકા અને સપાટી 127.71 મીટરે પહોંચી
- પાનમ ડેમમાં જળસ્તર 99.87 ટકા, પાણીની સપાટી 127.40 મીટર રહેવા પામી
ચરોતરમાં પખવાડિયા ઉપરાંતથી વરસાદે વિરામ લીધો છે. તેમ છતાં મહિસાગર નદીના ઉપરવાસમાંથી વહેતા પાણીના પ્રવાહને લઇને નદી ઉપરના કડાણા જળાશયમાં જળસ્તર 100 ટકા અને સપાટી 127.71 મીટરે પહોંચી છે. જયારે પાનમ ડેમમાં પાણીનુ લેવલ 99 .87 ટકા તેમજ જળસપાટી 127,40 મીટરે સ્થિર થતાં હાલમાં જળાશયોમાં પાણીની સ્થિતિ સંતોષકારક રહેવા પામી છે.
આણંદ-ખેડા જિલ્લામાંથી પસાર થતી મહિસાગર નદી ઉપર આવેલા પાનમ અને કડાણા જળાશયમાં ઉનાળુઋતુ દરમ્યાન પાણીના સતત ઉપયોગ, નહેરો મારફતે પીવા માટે તેમજ ખેતીકાર્યો માટે પાણીની ફાળવણી સહિત બાષ્પીભવનને લઇને પાણીના લેવલમાં નોંધપાત્ર ઘટાડો નોધાતા વરસાદમા વિલંબ સર્જાય તો પાણીની કટોકટી સર્જાવાની શક્યતાઓ સેવાઇ રહી હતી. ત્યારે ચોમાસુ સિઝનમાં સમયાંતરે વરસાદ થવા સહિત ગત દિવસોમા સ્થાનિક કક્ષાએ તેમજ ઉપરવાસમા થયેલા ભારે વરસાદને પગલે પાણીની વિપુલ આવક થતાં જળાશયો પાણીથી ભરપુર બન્યા હતા. જોકે બન્ને જળાશયોમાં દૈનિક પાણીની સતત આવક-ઇનફલો સહિત જાવક-આઉટફલો પણ વર્તાઇ રહી છે. તેમ છતાં બન્ને બંધોમા પાણીનુ લેવલ સંતોષજનક હવે જળવાઇ રહેવા પામ્યુ છે. જેમાં 20મી ઓક્ટોબરના રોજ પાનમ ડેમમાં પાણીનુ લેવલ 127.40 મીટર તેમજ જળસ્તર 100 ટકા રહેવા પામ્યા છે. જયારે પાણીનો ઇનફલો 6111 જયારે આઉટફલો 5150 નોધાયો છે.તેવી જ રીતે પાનમ ડેમમાં જળસ્તર 99.87 ટકા, પાણીની સપાટી 127.40 મીટર રહેવા પામી છે. જયારે ઇનફલો 278 કયુસેક જયારે આઉટફલો 350 કયુસેક નોધાયો છે.