- ઉત્તરથી દક્ષિણ સુધી આકરી ગરમી યથાવત
- અનેક રાજ્યોમાં તાપમાનનો પારો 45ને પાર
- બંગાળ, ઓડિશા, તેલંગાણામાં વરસાદની શક્યતા
ઉત્તરથી દક્ષિણ સુધી આકરી ગરમી ચાલુ છે, મે મહિનાના શરૂઆતના દિવસોમાં અનેક સ્થળોએ તાપમાનનો પારો 45ને પાર કરી ગયો છે અને આ કારણોસર હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMDએ હિટવેવને લઇ આગાહી કરતા કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગાણામાં ભારે વરસાદ થવાની શક્યતા.
IMD અનુસાર, બંગાળ, બિહાર, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને પુડુચેરીના ભાગોમાં હીટ વેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં આગામી ચાર દિવસ ભારે છે અને તેથી જ અહીં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં હિટવેટ માટે 7 મેના રોજ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે 7 મે પછી ગરમી થોડી ઓછી થશે અને આ એલર્ટ ઓરેન્જમાં બદલાઈ જશે, પરંતુ ત્યાં સુધી બધાએ એલર્ટ રહેવાની જરૂર છે. જ્યારે દિલ્હીમાં હીટ વેવની કોઈ શક્યતા નથી.
ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે હિમાચલ પર ચક્રવાતનું દબાણ બની રહ્યું છે, જેના કારણે હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં વરસાદની સંભાવના છે અને તેના માટે અહીં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
પંજાબ, હરિયાણા, યુપી, બિહારના વાતાવરણમાં આવશે પલટો
હવામાન વિભાગે કહ્યું છે કે આ દબાણ દિલ્હી અને નજીકના રાજ્યોને અસર કરશે અને તેના કારણે આગામી બે-ત્રણ દિવસમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે પંજાબ, હરિયાણા, યુપી, બિહારમાં હવામાન શુષ્ક રહેશે અને લોકોને આગામી દિવસોમાં આકરી ગરમીનો સામનો કરવો પડશે.
ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં વરસાદ પડશે
તો ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ વરસાદની આગાહી છે, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં આગામી બે-ત્રણ દિવસમાં વરસાદ પડી શકે છે, જ્યારે મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં હીટ વેવની શક્યતા છે. અને આ માટે પણ અહીં યલો એલર્ટ અમલમાં છે અને લોકોને ઘરની બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે.


