ભારતના લોકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્થૂળતા એક મોટી સમસ્યા બની હોવાથી લોકોને ફીટ રહેવા અપીલ કરી છે. વધુ પડતું વજન અનેક ગંભીર બીમારીનું કારણ બને છે. વજન વધવાથી શરીર બેડોળ તો લાગે છે પણ તમારો દેખાવ પણ બગાડે છે. વજન ઉતારવું એ આજના સમયમાં મોટો પડકાર બન્યું છે. જીમમાં ગયા વગર તમે ઘરમાં આ મીની વર્કઆઉટ કરી સરળતાથી વજન ઉતારી શકો છો.
ઘરના કામ કરો અને ઉતારો વજન
મોંઘી દવા કે ક્રશ ડાયટ કર્યા વગર પણ વજન ઉતારી શકાય છે. વજન ઉતારવા લોકો ભૂખ્યા રહે છે, તો કયારેક કેટલાક દિવસો સુધી ફક્ત ફળ ખાય છે. તો કોઈ ઘંઉ છોડી જુવાર ખાય છે, તો કોઈ ફકત સવારનું ખાવાનું અથવા સલાડ ખાય છે. તો કેટલાક નિષ્ણાતો પાસે જઈ સ્પેશિયલ ડાયટ પ્લાન કરે છે. પરંતુ આટલા બધા અખતરા અને પ્રયોગ કર્યા પછી વજન ઉતરે છે. પણ થોડા સમયમાં જ ફરી વજન વધવા લાગે છે. એક્સપર્ટ કહે છે કે તમે ઘરમાં જ વજન ઉતારી શકો કયાંય બહાર જવાની જરૂર નથી. તમે ઘરના કેટલાક કામકાજ કરી વજન ઉતારી શકો છો.
મીની વર્કઆઉટ ફટાફટ ઘટાડશે વજન
રસોડાના કામકાજ કરતી વખતે તમે મીની વર્કઆઉટ કરી શકો છો, જે કેલરી બર્ન કરવામાં મદદ કરશે અને તમારા સાંધા અને સ્નાયુઓને સ્વસ્થ અને મજબૂત રાખશે. સ્ત્રીઓની ઉંમર વધવાની સાથે આ વધુ મહત્વપૂર્ણ બને છે. તમે પદ્માસન અથવા સુખાસનમાં ફ્લોર પર બેસીને સામાન્ય કામ કરો. તમે શાકભાજી સમારવા અથવા રસોડાની સફાઈ કરો. આ મુદ્રામાં કામ કરતા તમારી પીઠ, હેમસ્ટ્રિંગ અને ગ્લુટ્સને લવચીક બનશે. રસોડાની સફાઈ પણ એક એવું કાર્ય છે જેમાં ઘણી બધી હિલચાલની જરૂર પડતી હોય છે.
રસોઈ કરતાં કરી શકો છો આ કામ
તમે રસોઈ કરતા હોવ ત્યારે ફક્ત ઉભા રહેવાના બદલે આટલું કરો. તમે પગના અંગૂઠા ઉપર ઉભા કરો અને તમારો હાથ લંબાવો. આ તાડાસન જેવી મુદ્રા બનાવે છે. વૈકલ્પિક રીતે, હળવું ચાલવા જાઓ અથવા હળવા સ્ક્વોટ કરો. આ રક્ત પરિભ્રમણને સુધારે છે અને તમારા ચયાપચયને ઝડપી બનાવે છે. જયારે તમે રસોડામાં સ્લેબ સાફ કરો અથવા ગેસ સાફ કરો ત્યારે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો, એટલે કે, તમારે શ્વાસ લેવાની કસરતો કરવી પડશે, જે ફક્ત તમારા શારીરિક જ નહીં પણ તમારા માનસિક સ્વાસ્થ્યને પણ સારી સ્થિતિમાં રાખશે.
વસ્તુ લેવા મૂકવા માટે ઉઠ બેસ કરો
જ્યારે આપણે જમીન પરથી વસ્તુઓ ઉપાડીએ છીએ, ત્યારે આપણે સીધા નીચે નમીએ છીએ, જેનાથી પીઠ, કમર અને ગરદન પર દબાણ આવે છે. કમરથી વાળવાને બદલે, બેસવાની સ્થિતિમાં બેસો અને પછી વસ્તુ ઉપાડો. વસ્તુ લેવા મૂકવા માટે આ રીતે ઉઠ બેસ કરવાથી તમારી કરોડરજ્જુ વધુ સુરક્ષિત રહેશે. તમારા શરીરના નીચેના ભાગમાં સ્નાયુઓને મજબૂત અને ટોન કરે છે. આ એક પ્રકારની મલાસન મુદ્રા પણ બનાવે છે, જે સ્ત્રીઓ માટે ફાયદાકારક છે.
આ પણ વાંચો : Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


