સ્થૂળતા અને મેદસ્વીપણું આજે એક ગંભીર સમસ્યા બની છે. વજન ઘટાડવું આજે એક હિમાલય પર્વત ચઢવા જેટલો મોટો પડકાર બન્યો છે. એક સમયે વજન ઘટાડવાની આ પર્વત જેટલી સમસ્યા દૂર તો થઈ જાય છે. પરંતુ ફરી થોડા જ સમયમાં ધીરે-ધીરે વેઈટ ગેઈન થવા લાગે છે. વજન ઘટયા કેમ વધવા લાગે છે તેને લઈને લોકોમાં મૂંઝવણ હોય છે. આખરે એક વખત વજન ઉતાર્યા બાદ ફરી કેમ વજન વધે છે તેને લઈને હેલ્થ એક્સપર્ટે સાચું કારણ આપ્યું છે.
હેલ્થ એક્સપર્ટનું સૂચન
આપણા સ્વસ્થ્ય સ્વાસ્થ્ય પાછળનું એક કારણ હેલ્ધી બોડી છે. કારણ કે શરીરનું વજન અને આપણું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલા છે. એટલે કે વય, ઊંચાઈ અને લિંગ પ્રમાણે વજન યોગ્ય હોય તો તમે સ્વસ્થ છો. અને આમ, ના હોય તો તમારા શરીરમાં અનેક પ્રકારની સમસ્યા ઉદભવી શકે છે. અને એટલે જ લોકો વજન ઉતારવા ઉપવાસ, 1 કલાક જીમમાં કસરતી કરવી રાત્રિના ડિનરમાં ફક્ત સૂપ અને ઓટસ ખાવું જેવા અનેક હથકંડા મહિનો અને બે મહિના કરે છે અને ફરી પાછું રુટિન ચાલું કરતાં તેમનું વજન વધવા લાગે છે.
ફરી વજન વધવાના આ છે કારણો
લોકો વજન ઘટાડવા ક્રશ ડાયેટિંગ કરે છે તેના કારણે તેમના શરીરને યોગ્ય પોષણ મળતું નથી. ઓછું ખાવાના કારણે ચયાપચયની પ્રકિયા મંદ પડી જાય છે. એક સમયે ક્રશ ડાયટ કરી વજન ઘટે છે, પરંતુ જેમ જેમ તમે સામાન્ય ખોરાક ખાવાનું શરૂ કરો છો, તેમ તેમ વજન ખૂબ જ ઝડપથી વધે છે. વજન ઘટાડ્યા પછી ઝડપી વજન વધવા પાછળ હોર્મોનલ ફેરફારો પણ કારણભૂત હોઈ શકે છે. લેપ્ટિન અને ઘ્રેલિન જેવા હોર્મોન્સ ભૂખ અને ખોરાકની સંતોષને નિયંત્રિત કરે છે પરંતુ વજન ઘટાડ્યા પછી, કેટલાક લોકોમાં આ હોર્મોન્સ અસંતુલન આવતા ફરી ઝડપી વજન વધવા લાગે છે.
આ બાબતનું રાખો ધ્યાન
વજન ઘટાડ્યા પછી પણ, વ્યક્તિએ ટકાઉ આહારનું પાલન કરવું જોઈએ. નિયમિત કસરત કરવી જોઈએ. આ ઉપરાંત, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી પણ મહત્વપૂર્ણ છે. સ્થૂળતાના કારણે ડાયાબિટીસ, હૃદય રોગ જેવી સમસ્યાઓનું જોખમ વધે છે. અને શરીર પણ બેડોળ દેખાય છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને, વજન નિયંત્રણમાં રાખી શકાય છે. વજન યોગ્ય હોવાથી તમે માનસિક રીતે સ્વસ્થ રહેશો અને ઉર્જાનો અનુભવ કરશો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


