ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં લાખો લોકોની હાજરીમાં ૧૦૦૦ વિધર્મીઓની ઘરવાપસી
જેમાં બે મુસ્લીમ પરિવારના પગ ધોઇ પુન: સનાતન ધર્મમાં આવકાર આપવામાં આવ્યો છે….
અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે સંઘના વડા મોહન ભાગવતે એક સવાલ કર્યો હતો. મંદિર તો બન ગયા અબ કયા ? સિર્ફ નરેન્દ્રભાઇ નહિ હમ સબ કો તપ,સાધના કરની પડેગી. મતલબ કે અયોધ્યા રામમંદિર માટે દેશભરમાં જે જનજાગરણ થયુ તે તેની પરાકાષ્ટાએથી ફરીથી મૂર્છાવસ્થામાં સરી ન પડે તેની ચેતવણી હતી. પરંતુ એવુ નથી થયુ. આ વખતે બેક ઓફ પ્લાન છે. દેશમા એક સાથે અનેક દિશામાંથી ઘટનાઓ તેજ બની છે. એટલી તેજ બની રહી છે કે એક ઉપર ધ્યાન આપો ત્યાં બીજી અનેક ધ્યાન બહાર રહી જવાની શકયતા છે.
બિહારની ઘટનામાં રાજકિય રોમાંચ છે એટલે તેને મિડિયા હાઇપ વધુ મળી રહી છે. સામાન્ય લોકો નીતિશને ફરી એક વખત ભાજપ એનડીએના તળિયા ચાટવા પડી રહયા છે એ રીતે આ ઘટનાને જોઇ રહયા છે. દેશના પૂર્વોતર અને બંગાળ બાજુ રાહુલ ગાંધીની કોંગ્રેસ અને મમતાની ટીએમસી વચ્ચે ધમાસાણ શરૂ થઇ રહી છે. કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં યાત્રાના નામે એકલા હાથે પબ્લીક કનેકટ કરવા મથી રહી છે. મમતા તેને પગ મૂકવા દેવા નથી માંગતી. હજુ યુ.પી.મહારાષ્ટ્ર કર્ણાટકમાં પણ રાજકિય મહાભારત તેજ થવા જઇ રહયુ છે. આ બધી ઘટના વચ્ચે ઓછી ચર્ચાતી ઘટના છે છતીસગઢમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની હાજરીમા યોજાયેલી કથામાં એક હજાર વિધર્મીઓની ઘરવાપસીની ઘટના.
સૌ પ્રથમ તો એ વાત કરીએ કે ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં જનસૈલાબ ઉમટી રહયો છે. સ્થાનિક મિડિયા આઠ થી નવ લાખ ભકતોની હાજરી બતાવી રહયુ છે. આવી પ્રચંડ લહેર વચ્ચે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક હજાર મૂળ સનાતની અને કોઇને કોઇ કારણ અન્ય ધર્મોમાં ગયેલા લોકોને ફરીથી સનાતન ધર્મમાં લાવ્યા.
આ પરિવોરોમાં દુર દરાજના આદિવાસી વિસ્તારમા મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મમાં ચાલ્યા ગયેલા ગરીબ પરિવારોનો સમાવેશ થાય છે. પરંતુ બે પરિવાર મુસ્લીમ છે. બાબા બાગેશ્વરે મંચ ઉપર તેમનો પરિચય આપ્યો. જેમાં એક યુ.પી.ના મિરજાપુરનો મોહમદ અકબર અને તેનો પરિવાર તથા બીજો પરિવાર શેખ સમીમનો છે.
મોહમદ અકબરે મંચ ઉપરથી કહયુ કે પોતે કોઇના દબાવમાં નહિ સ્વેચ્છાએ સનાતન ધર્મમાં પરત આવ્યો છે. ધીરેન્દ્ર બાબાએ તેમને મંચ ઉપરથી નામ આપ્યુ સત્ય. સત્યહિ શિવ હૈ,સત્યહી સનાતન હૈ. ધીરેન્દ્ર બાબાએ આ સાથે મિડિયા માટે સ્પીચ આપી તેમાં કહયુ કે સનાતન ધર્મી તુમ મુઝે સાથ દો મેં તુમ્હે હિન્દુ રાષ્ટ્ર દુંગા.
આ કાર્યક્રમના અન્ય એક મહત્વના નેતા છતીસગઢ ભાજપના મંત્રી પ્રબલપ્રતાપસિંહ છે. છતીસગઢના પીઢ નેતા દિલીપસિંહ જુદેવના પુત્ર છતિસગઢમાં ભારે નામના ધરાવે છે. તેઓ અખિલ ભારતિય ઘરવાપસી સંગઠનના પ્રમુખ છે. તેમણે મંચ ઉપરથી છતીસગઢમાં હર ગાંવ એક મંદિરની યોજના જાહેર કરી છે. જેમાં પ્રથમ ૧૦૧ ગામમાં રામમંદિર નિર્માણનું બીડુ ઝડપ્યુ છે.
કહેવાય છે કે છતીસગઢતો એક ઝાંખી છે. દેશભરમાં ઘરવાપસીના સ્ટાર કેમ્પેઇનર ધીરેન્દ્ર શાસ્ત્રી બનશે. અને આવા કાર્યક્રમો ખુબ મોટી સંખ્યામાં થતાં રહેશે. સનાતન ધર્મમાં પરત આવનારને માનભેર સ્વીકારવા એક પડકાર છે. પણ એ પાર પાડવામાં આવશે એમ પણ વિશ્વાસ વ્યકત થાય છે.