શિયાળામાં સ્વાસ્થ્યને લઈને લોકો અનેક પ્રકારના ઉપાયો કરે છે. ફિટનેસને લઈને લોકો આજે જાગૃત બન્યા છે. ઠંડીમાં ચાલવા અને સાઈકલિંગ જેવી કસરત લોકો કરે છે. જયારે શિયાળામાં મોટાભાગના લોકો હળદરનું સેવન કરે છે. શરીર સ્વસ્થ રાખવા હળદરનું વિવિધ રીતે સેવન કરવાનું શ્રેષ્ઠ છે. હળદર એક મસાલો જ નહીં શરીર સ્વસ્થ રાખવાનો ખજાનો છે. હળદરવાળું દૂધ હોય કે હળદરવાળું પાણી બંને શરીર માટે ગુણકારી છે. જાણો બંનેના ફાયદા.


