By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 3,200 કરોડના ખર્ચે નિર્મિત જગન્નાથ મંદિર કોરિડોરમાં ખાસ શું છે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

3,200 કરોડના ખર્ચે નિર્મિત જગન્નાથ મંદિર કોરિડોરમાં ખાસ શું છે?

agragujaratnews
Last updated: 2024/01/18 at 10:48 AM
2 years ago
Share
3,200 કરોડના ખર્ચે નિર્મિત જગન્નાથ મંદિર કોરિડોરમાં ખાસ શું છે?
SHARE

  • એકલા શ્રી જગન્નાથ હેરિટેજ કોરિડોર માટે 800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા
  • શ્રદ્ધાળુઓને ભીડથી બચાવવા 200 કરોડના ખર્ચે 2.3 કિમી લાંબા ફોરલેન શ્રી સેતુનું નિર્માણ કરાયું
  • મઠ અને મંદિરોના પુનર્વિકાસમાં મઠની વિશિષ્ટ પરંપરાઓમાં વાસ્તુકલાની કલિંગ શૈલીનો ઉપયોગ

અયોધ્યામાં ભગવાન શ્રીરામના આગમનની તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ પવિત્ર નગરીમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ સમારંભ માટે હવે માત્ર અઠવાડિયાની વાર છે અને દેશવાસીઓ તેની આતુરતાથી રાહ જુએ છે. આ આયોજનની પહેલાં ઓડિશામાં પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભવ્ય પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટને જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર નામથી ઓળખવામાં આવે છે.ઓડિશામાં પુરી જિલ્લામાં આવેલા જગન્નાથ ધામના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વને જોતાં અહીં હેરિટેજ કોરિડોર બનાવાયો છે. આ પરિયોજનાને શ્રીમંદિર પરિક્રમા પ્રકલ્પ (એસપીપી) નામ પણ અપાયું છે. બુધવારે શ્રી જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સરકારે ઉદ્ઘાટન માટે ચાર શંકરાચાર્યોની સાથે ભારત અને નેપાળનાં 1,000 મંદિરોના ધાર્મિક વડાઓને આમંત્રિત કર્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ પરિયોજના શ્રદ્ધાળુઓને સમર્પિત કરી છે. પુરીના જગન્નાથ મંદિરમાં મહાપ્રભુ જગન્નાથ, બહેન દેવી સુભદ્રા, અને મોટા ભાઈ બલરામની પૂજા કરવામાં આવે છે. આ મંદિરની ચાર દીવાલોની અંદરના ભાગમાં કોરિડોર બનાવાયો છે.

પરિયોજના ક્યારે શરૂ થઈ અને ખર્ચ કેટલો થયો?

ઓક્ટોબર 2019માં શ્રીમંદિર પરિક્રમા પ્રકલ્પ પરિયોજનાને ઓડિશા કેબિનેટમાંથી મંજૂરી મળી હતી. નવેમ્બર 2019એ આ પરિયોજના માટે જમીન-સંપાદન પૂર્ણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ કામ ગયા મહિને જ પૂરું થયું હતું. 3,200 કરોડ રૂપિયાની આ પરિયોજનાને ઘણા ભાગોમાં વહેંચી દેવામાં આવી હતી. જેમાંના એકલા શ્રી જગન્નાથ હેરિટેજ કોરિડોર માટે 800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તેના ઉપરાંત પરિયોજનામાં શ્રી જગન્નાથ મંદિર વહીવટી ભવનના પુનર્વિકાસ, 600 લોકોની ક્ષમતા ધરાવતું મંદિર સ્વાગત કેન્દ્ર, જગન્નાથ સાંસ્કૃતિક કેન્દ્ર, બદડાંડા હેરિટેજ સ્ટ્રીટ સ્કેપ, સમુદ્રતટ વિકાસ, પુરી સરોવર અને મૂસા નદી પુનરુદ્ધાર યોજના સહિત ઘણાં કાર્યો સામેલ કરાયાં છે. રાજ્ય સરકારે પુરીમાં શ્રદ્ધાળુઓને વાહનવ્યવહારની ભીડથી બચાવવાના ઉદ્દેશથી 200 કરોડના ખર્ચે 2.3 કિમી લાંબા ફોરલેન શ્રી સેતુ (ટ્રમ્પેટ બ્રિજ)નું નિર્માણ કર્યું છે, જેથી શ્રદ્ધાળુઓ સીધા મંદિર પરિસરમાં પહોંચી શકશે. આ ઉપરાંત, 90 કરોડના ખર્ચે 630 મીટર લાંબો પાકો રસ્તો (શ્રી ડાંડા) પણ બનાવાયો છે. મંદિરમાં અંદર અને બહાર પરિક્રમા પથ બનાવાયા છે.

પરિયોજનાથી શું બદલાશે?

શ્રીમંદિર પરિક્રમા પ્રકલ્પ પરિયોજના દ્વારા પુરી શહેરને નવું રૂપ અપાયું છે. હેરિટેજ કોરિડોરને એક મોટા ખુલ્લા સ્થાનમાં બનાવાયો છે, કેમ કે, રથયાત્રા સહિત મંદિરના ઘણા તહેવારો અહીંથી શરૂ થાય છે. તેનાથી શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા સુરક્ષિત વાતાવરણમાં એકઠી થઈ શકશે. 75 મીટરના શ્રીજગન્નાથ હેરિટેજ કોરિડોર (એચજેએચસી)માંનાં મઠ મંદિરોનો પુનર્વિકાસ કરાયો છે. આ મઠ મંદિરોનો પુનર્વિકાસ સંબંધિત મઠની સામાન્ય અને વિશિષ્ટ પરંપરાઓમાં વાસ્તુકલાની કલિંગ શૈલીને ધ્યાનમાં રાખીને કરાયો છે.

પૂજારી અને શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે પહેલાં શહેરમાં ખૂબ જ દુકાનો હતી અને પરિક્રમા દરમિયાન તેમને સમસ્યાનો સામનો કરવો પડતો હતો. હવે આ વિસ્તારને સાફ કરી દેવાયો છે અને મંદિરની સુંદરતા વધી ગઈ છે. પવિત્ર ધામની ઘણી વાર મુલાકાત લઈ ચૂકેલા એક શ્રદ્ધાળુએ કહ્યું કે, રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા વધીને લાખોમાં પહોંચી જાય છે. પહેલાં રસ્તો સાંકડો હતો, પણ હવે લોકો આસાનીથી પ્રભુને પ્રાર્થના કરી શકશે. અધિકારીઓએ જણાવ્યું કે ગયા વર્ષે રથયાત્રામાં અંદાજે 17 લાખ લોકોએ ભાગ લીધો હતો.

પરિયોજનામાં બીજું શું શું બનાવાયું છે?

આ પરિયોજનામાં – સાત મીટર ગ્રીન બફર ઝોન, 10 મીટર આંતરિક પ્રદક્ષિણા, 14 મીટર લેન્ડસ્કેપ ઝોન, આઠ મીટર બાહ્ય પ્રદક્ષિણા, 10 મીટરનું સાર્વજનિક સુવિધા ક્ષેત્ર, અને સાડા ચાર મીટર સર્વિસ લેન બનાવાયાં છે. હેરિટેજ કોરિડોરમાં તમામ સુખસુવિધા મળી રહે તેવું નિર્માણ કરાયું છે. જેવી કે, મુખ્ય વસ્ત્ર કક્ષ, મિનિ-ક્લોક રૂમ, સૂચના અને દાન કિઓસ્ક, શ્રી જગન્નાથ રિસેપ્શન સેન્ટર (એસજેઆરસી), શ્રી જગન્નાથ મંદિર વહીવટી કાર્યાલય (એસજેટીએ), આશ્રય મંડપ, શૌચાલય, પોલીસ સેવા કેન્દ્ર, એટીએમ કિઓસ્ક, વીજળીઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

Editor By Editor 4 days ago
ડીસાના આખોલ નજીક બટાકાની આડમાં ટ્રકમાંથી કરોડોનો દારૂ મળ્યો
RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે
 પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર
અમરેલી, ખાંભા, સા.કુંડલા અને બરવાળામાં કમોસમી વરસાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?