ભગવાન શ્રીમદ ભગવદ્ગીતા(15/4)માં કહે છે કે,
તતઃપદં તત્પરિમાર્ગિતવ્યં યસ્મિન્ગતા ન નિવર્તન્તિ ભૂયઃ
તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી
તેના 5છી 5રમ પદની ખોજ કરવી જોઇએ. જેને પ્રાપ્ત કર્યા 5છી મનુષ્યો ફરીથી પાછા વળીને સંસારમાં આવતા નથી અને જેનાથી અનાદિકાળથી ચાલતી આવવાવાળી આ સૃષ્ટિ વિસ્તારને પ્રાપ્ત થઇ છે એ આદિ પુરુષ 5રમાત્માના જ હું શરણે છું.
પરમાત્માની ખોજ કરતાં 5હેલાં સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરવો બહુ જ આવશ્યક છે, કારણ કે 5રમાત્મા તો તમામ સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરેમાં જેમ છે તેમ વિદ્યમાન છે. સંસાર સાથે સંબંધ ચાલુ રહેવાથી પરમાત્માની ખોજ કરવામાં ઢીલાશ આવે છે અને સેવા સુમિરણ સત્સંગ વગેરે સર્વ કંઇ કરવા છતાં પણ વિશેષ લાભ દેખાતો નથી. જીવ પરમાત્માનો અંશ છે. સંસાર સાથે સંબંધ માની લેવાના કારણે જ પોતાના અંશી 5રમાત્માના સંબંંધને ભૂલી ગયો છે. શરીર સંસાર સાથે મારો કોઇ સંબંધ નથી આ તત્ત્વનો અનુભવ કરવો એ જ સંસારવૃક્ષનું છેદન કરવું છે અને હું પરમાત્માનો અંશ છું આ વાસ્તવિકતામાં હર હંમેશાં સ્થિત રહેવું એ જ 5રમાત્માની ખોજ કરવી છે.
જે મહાપુરુષોને આદિ પુરુષ 5રમાત્માના શરણે જઇને 5રમ પદની પ્રાપ્તિ થઇ છે તેઓનાં લક્ષણોનું વર્ણન કરતાં ભગવાન ગીતા(15/5)માં કહે છે કે,
નિર્માનમોહા જીતસંગ દોષા અધ્યાત્મનિત્યા વિનિવૃતકામાઃ
દ્વન્દ્વૈર્વિમુક્તાઃ સુખદુઃખસંજ્ઞૈર્ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયં તત્.
જેઓ માન અને મોહથી રહિત થઇ ગયા છે, જેઓએ આસક્તિથી થવાવાળા દોષને જીતી લીધા છે, જેઓ નિત્ય નિરંતર 5રમાત્મામાં જ લાગેલા છે, જેઓ પોતાની દૃષ્ટિએ તમામ કામનાઓથી રહિત થઇ ગયા છે, તેઓ સુખ દુઃખરૂપી દ્વન્દ્રોથી મુક્ત થઇ ગયા છે એવા (ઊંચી સ્થિતિવાળા) મોહ રહિત ભક્તો તે અવિનાશી 5રમ5દ (5રમાત્મા)ને પ્રાપ્ત થાય છે.
આ શ્લોકમાં પ્રભુ પરમાત્માને ગમતા માણસોનું વર્ણન છે. અમૂઢ માણસો અવ્યય (અવિનાશી) પદને પ્રાપ્ત કરે છે. જેને માનની અપેક્ષા નહીં, જેને મોહ નહીં, તે અમૂઢ છે. શરીરમાં હું-મારાપણું થવાથી જ માન-આદર અને સત્કારની ઇચ્છા થાય છે. શરીર સાથે પોતાનો સંબંધ માનવાના કારણે જ મનુષ્ય શરીરના માન-આદરને ભૂલથી પોતાનાં માન-આદર માની લે છે અને ફસાઇ જાય છે. જે ભક્તોનું ફક્ત ભગવાનમાં પોતાપણું હોય છે તેઓના શરીરમાં હું-મારાપણું રહેતું નથી. આથી તેઓ શરીરનાં માન-આદરથી પ્રસન્ન થતા નથી. ભગવાનના શરણે જતાં તેઓનો શરીર સાથે મોહ રહેતો નથી પછી માન-આદરની ઇચ્છા કેવી રીતે થાય?
આ શ્લોકમાં પુનરાવર્તન ન થાય તેવા પદની વાત કરે છે. આ સંસારરૂપી વૃક્ષ બે પ્રકારનું છે: એક ઈશ્વરરચિત અને બીજું જીવરચિત. જે ઈશ્વરરચિત છે તેને છેદી ન શકાય. તેને છેદવાની જરૂર પણ નથી. ઈશ્વરરચિત જગત લોકોને બહુ નડતું નથી. જીવને નડે છે પોતાનું રચેલું જગત. જીવાત્માએ રચેલા જગતનું મૂળ મોહ છે. મોહમાંથી વિશાળ વૃક્ષ પેદા થાય છે. ભગવાનમાં આકર્ષણ થવું એ પ્રેમ અને સંસારમાં આકર્ષણ થવું એ આસક્તિ કહેવાય છે. મમતા, સ્પૃહા, વાસના, આશા વગેરે દોષો આસક્તિ કહેવાય છે.