- વર્લ્ડકપ 2023 રોમાંચક મોડ પર પહોંચ્યો
- ભારતીય ટીમે સેમીફાઈનલ માટે કર્યું ક્વોલીફાઈ
- અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સેમીફાઈનલની રેસમાં
ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની મેચ બાદ સેમીફાઈનલની દોડ વધુ રોમાંચક બની છે. ટેમ્બા બાવુમાની ટીમ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને ઠે, ત્યારે હારની હેટ્રીક લગાવનારી ન્યૂઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી છે. હવે ટૂર્નામેન્ટમાં 3 ટીમ એવી છે, જે 14 અથવા તેનાથી વધુ પોઈન્ટ પ્રાપ્ત કરી શકે છે. સાથે 2 ટીમ 12 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. ન્યૂઝીલેન્ડની હારથી અફઘાનિસ્તાન માટે સેમીફાઈનલનો રસ્તો સંપૂર્ણપણે ખુલ્લી ગયો છે. સાથે પાકિસ્તાન, શ્રીલંકા અને નેધરલેન્ડની આશા વધી છે.
ન્યૂઝીલેન્ડની હારથી અફઘાનિસ્તાનને વધુ ફાયદો
ન્યૂઝીલેન્ડની આ હારથી સૌથી વધુ ફાયદો અફઘાનિસ્તાનને થયો છે. કારણ કે, અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલની દોડમાં સામેલ થઈ છે. હવે આવતીકાલે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્કાન વચ્ચે મેચ રમાશે. ન્યૂઝીલેન્ડ પાસે 7 મેચમાં 8 પોઈન્ટ અને પાકિસ્તાન પાસે 7 મેચમાં 6 પોઈન્ટ છે. જેથી હવે જો આવતીકાલે ન્યૂઝીલેન્ડની હાર થશે, તો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બંને પાસે 8-8 પોઈન્ટ થશે. આવી સ્થિતિમાં આજે અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે. જો આ મેચમાં અફઘાનિસ્તાનની જીત થશે, તો અફઘાનિસ્તાન પાસે પણ 7 મેચમાં 8 પોઈન્ટ થશે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન માટે પણ સેમીફાઈનલમાં પહોંચવાની શક્યતા વધી જશે.
ભારતે કર્યું ક્વોલીફાઈ
ભારતીય ટીમ વર્લ્ડકપ 2023ના સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ભારતીય ટીમ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી છે. આ તમામ મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે.જેથી પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે ભારતીય ટીમ અત્યારે ટોપ પર છે. જેથી ભારતને બાદ કરતાં બીજી કઈ ત્રણ ટીમ ક્વોલીફાઈ કરશે, તે જોવું હવે દિલચસ્પ રહેશે.