આજે આપણે ચંદ્ર પર જવાના સપના જોઈએ છીએ. પરંતુ આજકાલ લોકોમાં નાની ઉંમરે જ વાળ ચંદ્ર જેવા સફેદ દેખાવા લાગ્યા છે. નાની ઉંમરે વાળ સફેદ થવાના ઘણા કારણો છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે આજે લોકોની લાઈફ વધુ ફાસ્ટ બની છે. વ્યસ્ત જીવનશૈલી અને ખોટીખાનપાનની આદત ફક્ત શરીરની અંદર જ નહીં બાહ્ય દેખાવ પર પણ અસર કરે છે. ખાસ કરીને જ્યારે ઉંમર પહેલા એટલે કે નાની ઉંમરે વાળ સફેદ થવા એ ચિંતાજનક બાબત કહી શકાય.
નાની ઉંમરે વાળ એક મોટી સમસ્યા
હેલ્થ એક્સપર્ટના મતે નાની ઉંમરે વાળ સફેદ એ આજે આકર્ષક દેખાવને બગાડે છે. વહેલા સફેદ વાળ થવા પાછળનું મુખ્ય કારણ છે શરીરમાં પોષકતત્વોનો અભાવ. શરીરમાં આ બે મુખ્ય વિટામિનની ઉણપ હોય તો તેની તમારા વાળ પર તરત અસર દેખાઈ આવે છે. વાળ સફેદ થવાનું કારણ ખરાબ જીવનશૈલી માનસિક તણાવ અને નિયમિત રીતે જંક ફૂડનું સેવન તો છે જ. ખાસ કરીને શરીરમાં વિટામિન ડી અને વિટામિન બી12 ની ઉણપ વાળ વહેલા સફેદ થવાનું મુખ્ય કારણ છે. આ વિટામિનની ઉણપ દૂર કરવાથી જરૂર ફાયદો થશે. દૈનિક ભોજનમાં પોષક તત્વોથી ભરપૂર આહારનો સમાવેશ અને ઘરેલું ઉપાયો અપનાવીને અકાળે થતા સફેદ વાળને અટકાવી શકાય છે.
સફેદ વાળ અટકાવવા આ જરૂરી
શરીરમાં વિટામિન D અને B12 હોવું બહુ જરૂરી છે. આ બંને વિટામિનની શરીરમાં ગેરહાજરી દુર્લભ બીમારીનું જોખમ ઉભું કરે છે. વિટામિન D વિટામિનની ઉણપ ફક્ત વાળ જ નહીં હાડકા અને ત્વચા પર પણ ગંભીર અસર કરે છે. સૂર્ય પ્રકાશ વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત કહેવાય છે. આ વિટામિનની ઉણપ દૂર કરવા તમે ઓછામાં ઓછા 15 મિનિટ સવારના તડકામાં બેસો. આ ઉપરાંત દરરોજ દૂધનું સેવન કરો અને પનીર જેવી ડેરી પ્રોડક્ટને પણ આહારમાં સ્થાન આપો. જ્યારે વિટામિન B12ની ઉણપ દૂર કરવા સોયા, બદામ અને ઓડ્સ જેવા ફોર્ટિફાઈડ ફૂડ અને ભેંસનું દૂધ, બકરીનું દૂધ, દહીં અને પનીર જેવા ડેરીપ્રોડક્ટસને દરરોજના આહારમાં જરૂર સામેલ કરો.


