- લોકસભા ચૂંટણીમાં આમઆદમી પાર્ટી કોંગ્રેસ સાથે પંજાબમાં નહીં કરે ગઠબંધન
- પંજાબમાં ઘર-ઘર મફત રાશન યોજના લોન્ચ કરવા આવ્યા કેજરીવાલ
- પંજાબ-ચંડીગઢની 14 બેઠકો માટે AAP જાહેર કરશે પોતાના તમામ ઉમેદવાર
પંજાબમાં કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ગઠબંધન નહિ થાય. શનિવારે ખન્નાના આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં પંજાબની તમામ 13 બેઠકો સહિત ચંડીગઢ બેઠક પર AAPના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવશે.
હું ફરીથી આશીર્વાદ માંગવા આવ્યો છું: કેજરીવાલ
કેજરીવાલે શનિવારે સીએમ ભગવંત માન સાથે ઘર-ઘર મફત રાશન યોજના લોન્ચ કરવા માટે પંજાબ આવ્યા હતા. ખન્નામાં આયોજિત રાજ્યસ્તરીય કાર્યક્રમ દરમિયાન કેજરીવાલે લોકોને કહ્યું હતું કે બે વર્ષ પહેલા તમે આશીર્વાદ આપ્યા હતા. અમે 117 બેઠકો માણતી 92 બેઠકો જીત્યા. તમે પંજાબમાં ઇતિહાસ રચી દીધો. આજે હું ફરીથી હાથ જોડીને તમારી પાસે આશીર્વાદ માંગુ છું. બે મહિના પછી લોકસભા ચૂંટણીઓ થવાની છે. પંજાબમાં 13 લોકસભા બેઠકો છે એક ચંડીગઢની બેઠક છે કુલ 14 બેઠકો છે.
“તમામ 14 બેઠકો પર આમઆદમીને જીત અપાવો”
કેજરીવાલે કહ્યું કે આગામી 10-15 દિવસમાં આમ આદમી પાર્ટી આ તમામ 14 સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે. હું તમને વિનંતી કરું છું કે તમે બે વર્ષ પહેલા જે રીતે અમને આશીર્વાદ આપ્યા હતા તે રીતે આ તમામ 14 બેઠકો પર પાર્ટીને જીતાડો.
કેજરીવાલે કર્યા માન સરકારના વખાણ
દિલ્હીના મુખ્યમંત્રીએ ભગવંત માન સરકારના પણ વખાણ કર્યા અને કહ્યું કે માન સરકારે છેલ્લા બે વર્ષમાં ઘણું કામ કર્યું છે. તેમણે કહ્યું કે આજે જો હું તમને પૂછું કે કોંગ્રેસે આટલા વર્ષો સુધી શા માટે શાસન કર્યું. મને એક સારી વાત કહો જે કોંગ્રેસે કરી હોય. તમને યાદ નહીં આવે. જો હું તમને પૂછું કે અકાલી દળે આટલા વર્ષો સુધી શા માટે શાસન કર્યું, તો મને કહો. તમને યાદ નહીં આવે.


