શિયાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ વધતા લોકો ગરમ વસ્તુ ખાવાનું પસંદ કરે છે. ઠંડીની ઋતુમાં ગરમાગરમ નાસ્તા અને ગરમ ઉકાળા શરીર સ્વસ્થ રાખે છે. આ દિવસોમાં તમે શાકભાજીનો સૂપ નાસ્તાનો એક સ્વસ્થ વિકલ્પ છે. આ સૂપ વિવિધ પ્રકારના શાકભાજીમાંથી બનતો હોવાથી વધુ પૌષ્ટિક છે. તેમાં વિટામિન, ફાઇબર અને ખનિજોથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવામાં આ સૂપ વધુ મદદ કરશે. તો જાણી લો આ સૂપ બનાવવાની રેસીપી.
વેજીટેબલ સૂપ બનાવવા માટે સામગ્રી
1 ગાજર, 1 ટામેટું, 1 કપ પાલક, 1/2 કપ વટાણા, 1/2 કપ ફૂલકોબી/બ્રોકોલી, 1/2 કપ કેપ્સિકમ, 1 ચમચી તેલ, 1 ચમચી આદુ લસણ, 1/2 ચમચી કાળા મરી, 3 કપ પાણી/શાકભાજીનો સ્ટોક, લીંબુ અને મીઠું સ્વાદ મુજબ લેવું.
વેજીટેબલ સૂપ બનાવવાની રીત
આ સૂપ બનાવવા માટે પહેલા તમામ શાકભાજી ધોઈને નાના ટુકડા કરી લો. જો તમે ઈચ્છો તો, બે-ત્રણ શાકભાજીને સાધારણ ઉકાળ્યા પછી પણ વાપરી શકો છો. એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરી આદુ-લસણ ઉમેરી શેકી લો. પછી તેમાં ગાજર, કઠોળ, વટાણા, કેપ્સિકમ, કોબી જેવા શાકભાજી ઉમેરી 2-3 મિનિટ માટે સાંતળો. પછી તેમાં ટામેટાં અને પાલક ઉમેરી 1 મિનિટ માટે રાંધો. હવે તેમાં 3 કપ પાણી અથવા વેજીટેબલ સ્ટોક ઉમેરો. મીઠું અને મરી નાખીને ઢાંકી દો. મધ્યમ તાપ પર 10-12 મિનિટ સુધી શાકભાજી નરમ થાય ત્યાં સુધી ઉકાળો. જો તમે ઇચ્છો તો, તમે તેને હેન્ડ બ્લેન્ડરથી હળવા હાથે બ્લેન્ડ કરી શકો છો (તેને સંપૂર્ણપણે બ્લેન્ડ કરશો નહીં). વધુ 1 મિનિટ ઉકાળો અને ગેસ બંધ કરી ઉપર લીંબુ અને કોથમીર નાખો. ગરમા-ગરમ સૂપ પી તમે શરીર સ્વસ્થ રાખો. આ સૂપ નિયમિત પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરશે.


