શિયાળામાં લોકોને ભૂખ વધુ લાગે છે. બાળકો ભૂખ લાગે તો પેકેડ ફૂડ ખાય છે અને યુવાનો કાફે જઈ સેન્ડવીચ ખાય છે. ઠંડીમાં લંચ અને ડીનરનું મેનુ ફિક્સ હોય છે. પણ નાની ભૂખ લાગે ત્યારે એવી કઈ વસ્તુ ખાવી જે હેલ્થ માટે સારું હોય. શિયાળામાં બીટ, ગાજર અને હળદર ખાવાથી સ્વાસ્થ તંદુરસ્ત રહે છે. આજે જયારે લોકોમાં બીમારી વધી છે ત્યારે તમે બાળકોને બીટને જુદી-જુદી રીતે બાળકોને ખવડાવી શકો છો. આજે તમને બીટમાંથી બનતી ટેસ્ટી વાનગીની રેસીપી શેર કરી રહ્યા છીએ. બીટરૂટ પનીર ટીક્કીની આ વાનગી બાળકો વારંવાર માંગશે.
બીટરૂટ પનીર ટિક્કી માટે સામગ્રી :
લીલા મરચાં, આદુ, ઝીણી સમારેલી કોથમીર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું મસાલા જરૂરિયાત મુજબ લો
- 1 – બીટ
- 200 ગ્રામ – પનીર
- 1 – બાફેલો બટાકો
- 2 -3 ચમચી બ્રેડક્રમ્સ
- તેલ – જરૂર મુજબ
બીટરૂટ પનીર ટિક્કી બનાવવાની રીત :
આ વાનગી બનાવવા સૌપ્રથમ બીટ છોલીને છીણી લો. પછી તેમાં પનીર અને બાફેલું બટાકું નાખી સારી રીતે મેશ કરી લો. ત્યારબાદ એક બાઉલમાં છીણેલા બીટ, પનીર અને બટાકાને સારી મિખ્સ કરો. પછી તેમાં લીલા મરચાં, આદુ, ધાણાજીરું, લાલ મરચાં પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું જેવા મસાલાને ઉમેરો. આ મસાલામાં તમે તમારી પસંદગી મુજબ મસાલા નાખી શકો છો. મિશ્રણ થોડું ઢીલું લાગે તો તેમાં બ્રેડક્રમ્સ ઉમેરી તેને ટિક્કીના આકારમાં તૈયાર કરો. હવે નોનસ્ટીક પેન અથવા તવાને ગરમ કરો. તવામાં થોડું તેલ લગાવો અને ટિક્કીઓને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તેમને સારી રીતે રાંધો. તમારી ગરમાગરમ બીટરૂટ પનીર ટિક્કી તૈયાર છે. આ વાનગીને લીલી ચટણી અથવા સોસ સાથે ખાઈ શકો છો.
આ પણ વાંચો : Winterમાં ઓછું પાણી પીવાની આદત હોય તો આજે જ બદલો, સ્વાસ્થ્ય પર દેખાશે આ અસર, એક્સપર્ટ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


