શિયાળાની ઋતુમાં ગરમાગરમ પીણાં પસંદ કરવામાં આવે છે. લીંબુ પાણી એક સરળ અને સ્વસ્થ વિકલ્પ છે. વજન ઉતારવા અને શરીરને ડિટોક્સ કરવા લીંબુ પાણીનું સેવન રામબાણ ઈલાજ માનવામાં આવે છે. પરંતુ દરેક વ્યક્તિ લીંબુ પાણીનું સેવન કરી શકતો નથી. કેટલાક લોકોને એસિડીટીની સમસ્યા પણ થાય છે. એટલે જયારે લીંબુ પાણીનું નિયમિત સેવન શરૂ કરો ત્યારે પોતાના સ્વાસ્થ્યને અનૂકૂળ છે કે નહીં તે અવશ્ય જાણી લો. આજે તમને લીંબુ પાણીના ફાયદા અને ગેરફાયદા જણાવીશું. જેથી તેના ઉપયોગ કરવામાં તમને સરળતા રહે.
લીબું પાણીના આટલા છે ફાયદા
લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શિયાળામાં શરદી અને ખાંસી જેવા રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.સવારે હુંફાળું લીંબુ પાણી પીવાથી ચરબી બર્ન થાય છે અને વજન નિયંત્રણમાં રહે છે. લીંબુને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે અને ચયાપચય સુધરે છે.શિયાળામાં પાચનક્રિયા ધીમી પડી જાય છે. લીંબુ પાણી ગેસ, કબજિયાત અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે. વિટામિન સી શિયાળામાં શુષ્ક ત્વચાને સુધારે છે અને કુદરતી ચમક લાવે છે.
જાણો લીંબુ પાણીના ગેરફાયદા
લીંબુમાં રહેલા વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને ડિટોક્સિફાઇંગ ગુણધર્મો શરીરને શિયાળામાં પણ અનેક ફાયદાઓ પ્રદાન કરી શકે છે. પરંતુ કેટલાક લોકો માટે લીંબુ પાણીનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે. સવારે લીંબુ પાણી પીધા પછી કેટલાક લોકોને હાર્ટબર્ન, એસિડિટી અથવા પેટમાં દુખાવો થાય છે. લીંબુમાં રહેલું એસિડ તમારા દાંત પરના દંતવલ્કને નબળું પાડી શકે છે. સ્ટ્રોમાંથી પીવું અથવા પછી સ્વચ્છ પાણી પીવું ફાયદાકારક છે. વધુ પડતું લીંબુ પાણી શરીરના આલ્કલાઇન-એસિડ સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે.
આ પણ વાંચો : Adadiya Pak Benefit : શિયાળામાં કેમ ખાવો જોઈએ અડદિયા પાક, જાણો આ છે ગજબના ફાયદા
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


