શિયાળામાં ઠંડીના કારણે શરીરમાં સુસ્તી રહે છે. સવારે પથારીમાંથી ઉઠવાનું મન થતું નથી. ઠંડીમાં શરીરને ગરમી મળે એવા સુપરફૂડનું સેવન કરવું જોઈએ. ઠંડીમાં લેમન ડ્રિંકસ, આદુ જીંજર શોટસ જેવા ગરમ પીણા શરીરને વધુ ઉર્જાવાન રાખશે. આ દિવસોમાં શરદી અને ઉધરસની મોટાભાગના લોકો ફરિયાદ કરતા હોય છે. કયારેક સમસ્યા દવા કર્યા બાદ પણ દૂર થતી નથી. એવામાં આ દિવસોમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને તેવા ખોરાકનું સેવન કરવું જોઈએ.
શરીર સ્વસ્થ રાખશે શિયાળાના આ સુપરફૂડ
બદામ અને અખરોટ : બદામ વિટામિન ઇ, પ્રોટીન અને સ્વસ્થ ચરબીથી ભરપૂર હોય છે. તે મનને તેજ બનાવે છે અને સ્વસ્થ ત્વચા જાળવી રાખે છે. શિયાળામાં, 4-5 બદામ રાતભર પલાળીને સવારે ખાવાથી ખાસ ફાયદો થાય છે. અખરોટ શરીરને ગરમ કરે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
કાજુ અને કિસમિસ : કાજુ તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે અને થાક દૂર કરે છે. તેમાં આયર્ન અને મેગ્નેશિયમ હોય છે, જે શિયાળા દરમિયાન નબળાઈ અટકાવવામાં મદદ કરે છે. કિસમિસ એનિમિયા સામે લડવામાં, પાચન સુધારવામાં અને પોતાની કુદરતી મીઠાશથી શરીરને ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે.
ખજૂર અને અંજીર : ખજૂર શરીરને અંદરથી ગરમ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શિયાળા દરમિયાન દરરોજ એક થી બે ખજૂર ખાવાનું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીર કબજિયાતમાં રાહત આપે છે અને હાડકાં મજબૂત બનાવે છે. શિયાળામાં પલાળેલા અંજીર વધુ ફાયદાકારક હોય છે.
ડ્રાયફ્રૂટસનું આ રીતે કરો સેવન
શિયાળામાં ડ્રાયફ્રૂટસનું સેવન સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે અને શરીરને દિવસભર ઉર્જાવાન અનુભવ કરાવે છે. આ દિવસોમાં તમે શરીર સ્વસ્થ રાખવા બદામ, અખરોટથી લઈને ખજૂરનું વિવિધ રીતે સેવન કરી શકો છો. તમે ખજૂરનો પાક બનાવી તેમજ દૂધ સાથે લઈ શકો છો. અંજીરને પાણીમાં પલાળી અથવા સવારે 3 અંજીર ખાશો તો જરૂર સ્વાસ્થ્યમાં ફાયદો થશે. તો બદામ અને અખરોટને રાત્રે પલાળી સવારે ખાલી પેટે તેનું સેવન કરી શકો છો. સવારે નાસ્તો કર્યા બાદ 4 અને 5 કાજુ અને કિસમિસ ખાવા જોઈએ.
આ પણ વાંચો : Winterમાં ઓછું પાણી પીવાની આદત હોય તો આજે જ બદલો, સ્વાસ્થ્ય પર દેખાશે આ અસર, એક્સપર્ટ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


