મહિલા સશક્તિકરણની મહત્ત્વની પહેલ સમાન “સશક્ત નારી મેળા”નો પાલનપુર ખાતેથી શુભારંભ કરાવ્યો. આજથી શરૂ થતા આ રાજ્યવ્યાપી સ્વદેશી મેળાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સ્વદેશી” અભિયાનને વધુ ગતિ આપશે. આ મેળા ગુજરાતને આત્મનિર્ભર બનાવવા અને સ્વદેશીને પ્રોત્સાહન આપવાના પ્રેરકબળ બનશે. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે પહોંચ્યા અને પાલનપુર સહીત ડીસા માટે રૂ. 1000 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. પાલનપુરની વર્ષો જૂની માંગ બાયપાસનું આજે સીએમ ભુપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત કર્યું.


