વર્કિંગ વુમન આજે વધુ વ્યસ્ત થઈ છે. ઓફિસ અને ઘર વચ્ચે સંતુલન જાળવવું વર્કિંગ વુમન માટે પડકાર રહે છે. પરિવારના સ્વાસ્થ્યની કાળજી રાખનાર મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહે છે. એટલે આજની મોટાભાગની મહિલાઓમાં કમર અને પીઠનો દુખાવો અને વજન વધવાની ફરિયાદ જોવા મળે છે. આ દુખાવામાંથી છુટકારો મેળવવા તેઓ પેઇનકિલર્સનો સહારો લે છે. પરંતુ થોડા જ સમયમાં ફરી આ દુખાવો શરૂ થવા લાગે છે.
મહિલાઓમાં વધી પીઠ અને કમરના દુખાવની સમસ્યા
આનું કારણ આપતા નિષ્ણાતો કહે છે કે લાંબા સમય સુધી બેસી રહેવા, ખોટી મુદ્રામાં રહેવા અને કલાકો સુધી ફોન અને લેપટોપ પર ઝૂકવાને કારણે ફરી તેઓ આ સમસ્યાના શિકાર થાય છે. આજકાલ 90 ટકા મહિલાઓમાં 40 વર્ષ બાદ કમર અને પીઠના દુખાવાની ફરિયાદ જોવા મળે છે. પેઇનકિલર્સ ફક્ત થોડા સમય પૂરતી જ રાહત આપે છે. આ સામાન્ય સમસ્યાની અવગણના ના કરવી જોઈએ. ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી બચવા ઘરેલુ ઉપાય કરવા જોઈએ. રોજિંદાી જીવનશૈલીમાં નાના ફેરફાર અને કેટલાક યોગ આસનોનો સમાવેશ કરવાથી જરૂરથી ફાયદો થશે.
આ આસનથી મળશે દુખાવામાં રાહત
તમારા રોજિંદા જીવનમાં કેટલાક યોગ આસનોનો સમાવેશ કરો. આ યોગ કસરતો ફક્ત સ્નાયુઓને આરામ જ નહીં આપે પણ કરોડરજ્જુને મજબૂત બનાવે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે. આ યોગ આસન કરોડરજ્જુને વાળે છે અને પીઠની જડતાને ઢીલી કરે છે. તમે વર્કિંગ વુમન હોવ તો સવારના સમયે ફક્ત 10 મિનિટ ભુજંગાસન, માર્જરી આસન અને બાલાસન જેવા યોગાસન કરો. નિયમિતપણે આ હળવા યોગ કરવાથી ક્રોનિક પીઠના દુખાવામાં રાહત મળે છે. આ આસન એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ કમ્પ્યુટર સામે લાંબા સમય સુધી બેસી રહે છે. તે કમરના નીચેના ભાગમાં જડતા ઘટાડે છે અને સ્નાયુઓને તાત્કાલિક આરામ આપે છે.
આ પણ વાંચો : Lifestyle : ગરમ પાણી સાથે મધ ભેળવીને પીવાથી થાય છે આ 5 મોટા ફાયદા, આજે જ નોટ કરી લો
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


