- વિશ્વભરમાં લગભગ 36 મિલિયન લોકો એચઆઈવી પોઝિટિવ
- પ્રથમ વખત 01 ડિસેમ્બર, 1988ના રોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ હતી
- આ વર્ષે લેટ કમ્યુનિટીઝ લીડની થીમ સાથે ઉજવાશે આ દિવસ
એઈડ્સના રોગમાં શરીરની ઈમ્યુન સિસ્ટમ નબળી બને છે અને તેના કારણે શરીર બીમારીઓથી બચી શકતું નથી. આ એચઆઈવી વાયરસથી ઈન્ફેક્શનનું ખાસ કારણ હોઈ શકે છે. વિશ્વભરમાં દર વર્ષે 1 ડિસેમ્બરને વિશ્વભરમાં વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકોમાં HIV સંક્રમણ અંગે જાગૃતિ ફેલાવવા માટે આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ રોગમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને કારણે શરીર રોગોથી પોતાને બચાવી શકતું નથી. તે HIV વાયરસના ચેપને કારણે થાય છે.
વિશ્વ એઇડ્સ દિવસનો ઈતિહાસ શું છે
પ્રથમ વખત 01 ડિસેમ્બર, 1988ના રોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના 2022ના ડેટા અનુસાર, વિશ્વભરમાં લગભગ 36 મિલિયન લોકો એચઆઈવી પોઝિટિવ છે. એઇડ્સથી બચવા અને અટકાવવા માટે લોકોમાં આ રોગ પ્રત્યે જાગૃતિ રાખવી ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને વિશ્વ એઇડ્સની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.
વિશ્વ એઇડ્સ દિવસની થીમ
દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ માટે એક ખાસ થીમ રાખવામાં આવે છે. આ વર્ષે વિશ્વ એઇડ્સ દિવસની થીમ લેટ કમ્યુનિટીઝ લીડની રાખવામાં આવી છે. આ ખાસ થીમ લોકોને એઈડ્સને રોકવામાં સમાજની મહત્વની ભૂમિકા વિશે જણાવવા માટે પસંદ કરવામાં આવી છે.


