By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: World Heart Day 2025 : કાર્ડિયોલોજીસ્ટની સલાહ…તમારા સંબંધોની કાળજી રાખવી એટલે તમારા હ્રદયની સંભાળ રાખવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

World Heart Day 2025 : કાર્ડિયોલોજીસ્ટની સલાહ…તમારા સંબંધોની કાળજી રાખવી એટલે તમારા હ્રદયની સંભાળ રાખવી

Last updated: 2025/09/27 at 3:46 PM
6 months ago
Share
World Heart Day 2025 : કાર્ડિયોલોજીસ્ટની સલાહ…તમારા સંબંધોની કાળજી રાખવી એટલે તમારા હ્રદયની સંભાળ રાખવી
SHARE

Contents
સકારાત્મક સંબંધો તણાવ ઘટાડે છે  પરિવાર અને મિત્રો સાથેનું ગાઢ જોડાણ યુવાનોમાં ચિંતાજનક પ્રમાણ નાની પહેલ, મોટો પ્રભાવ હ્રદયના સ્વસ્થ્ય માટે વ્યાપક અભિગમ

દર વર્ષે વિશ્વભરમાં 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હ્રદય દિવસની ઉજવણી કરાય છે ત્યારે શહેરના કાર્ડિયોલોજીસ્ટે લોકોને આહાર અને કસરતની સાથે-સાથે તેમની ભાવનાત્મક સુખાકારી ઉપર પણ વિશેષ ધ્યાન આપવાની સલાહ આપી છે. મજબૂત સંબંધો એટલે કે રોમેન્ટિક, પારિવારિક અથવા સામાજિક વગેરે જેવી કોઇપણ ભાવનાત્મક બાબતો હ્રદયને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, પરંતુ મોટાભાગે તેની અવગણના થાય છે.

સકારાત્મક સંબંધો તણાવ ઘટાડે છે

જાણીતા તબીબ ડો. સમીર દાણીએ કહ્યું હતું કે, “સકારાત્મક સંબંધો તણાવ ઘટાડે છે, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે તેમજ હ્રદયના એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. જ્યારે તમને લાગે કે તમારી કાળજી લેવાઇ રહી છે ત્યારે તમારી નર્વસ સિસ્ટમ શાંત રહે છે, હ્રદય ઉપરનો તણાવ ઘટે છે તેમજ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. ઉદાહરણરૂપે, પરિણીત લોકો ઘરની સપોર્ટ સિસ્ટમને કારણે હ્રદયની પ્રક્રિયા બાદ ઝડપથી રિકવર થાય છે.”

 પરિવાર અને મિત્રો સાથેનું ગાઢ જોડાણ

ડોક્ટરોએ સૂચવ્યું હતું કે, આ લાભો રોમેન્ટિક સંબંધોથી પણ વધુ છે. પરિવાર અને મિત્રો સાથેનું ગાઢ જોડાણ તેમજ પાલતુ પ્રાણીઓ સાથેનો પ્રેમ હ્રદયની બિમારીમાંથી સુધારો પ્રાપ્ત કરવામાં ઉપયોગી બની શકે છે તેમજ ભાવિ સમસ્યાઓનું જોખમ પણ ઘટાડે છે. ડો. જયેશ પ્રજાપતિએ કહ્યું હતું કે, “જે દર્દીઓને ખબર હોય કે તેમની પાસે એવું કોઇ વ્યક્તિ છે કે જેમના ઉપર તેઓ ભરોસો કરી શકે છે, તેમની તબીબી સલાહનું પાલન કરવામાં, સમયસર દવા લેવા અને કાર્ડિયાક રિહેબિલિટેશન સેશનમાં સામેલ થવાની સંભાવનાઓ વધુ રહે છે. બીજી તરફ એકલતા અથવા સહયોગ ન મળવાથી દર્દીની રિકવરીમાં વિલંબ થાય છે અને તેમના હ્રદયનું સ્વાસ્થ બગડી શકે છે.”

દરરોજ 7-8 કલાકની ગાઢ ઊંઘ હ્રદયના સ્વસ્થ્યની જાળવણીમાં મદદરૂપ

તેમણે ઉમેર્યું હતું કે, પ્રોફેશનલ સ્ટ્રેસ, કામકાજના લાંબા કલાકો અને અપર્યાપ્ત આરામ હ્રદય બિમારીમાં છૂપું યોગદાન આપે છે. દરરોજ 7-8 કલાકની ગાઢ ઊંઘ હ્રદયના સ્વસ્થ્યની જાળવણીમાં મદદરૂપ બનતા આહાર, કસરત અને દવાઓ જેટલી જ આવશ્યક છે.

તણાવ અને હ્રદયના આઘાત લાગવાના છુપા જોખમો

નિષ્ણાંતો ચેતવણી આપે છે કે ટોક્સિક સંબંધો અથવા ભાવનાત્મક આઘાતની વિપરિત અસરો થઇ શકે છે. આ પરિસ્થિતિ બ્રોક હાર્ટ સિન્ડ્રોમ અને તબીબી ભાષામાં ટાકોસ્યુબો કાર્ડિયોમ્યોપેથી તરીકે ઓળખાય છે. અચાનક કોઇ પ્રિયજનનું મૃત્યુ, કોઇ વ્યક્તિથી અલગ થઇ જવું અથવા વધુ પડતા તણાવને કારણે તે થઇ શકે છે. તે હાર્ટ એટેક જેવું હોઇ શકે છે, જેમાં છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જોકે, તેને ઠીક કરી શકાય છે, પરંતુ કેટલાંક હિસ્સામાં તે કાયમી નુકશાન કરી શકે છે. લાંબા સમય સુધી તણાવ, હતાશા અથવા ગુસ્સો પણ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટમાં વધારો કરી શકે છે, જેના પરિણામે સમયજતાં કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ઉપર દબાણ સર્જાય છે.

યુવાનોમાં ચિંતાજનક પ્રમાણ

વિશ્વ હ્રદય દિવસ કાર્ડિયોવાસ્ક્યુલર સ્વાસ્થ્ય ઉપર વૈશ્વિક ધ્યાન દોરે છે ત્યારે મેડિકલ એક્સપર્ટ્સ યુવા પેઢીને યાદ અપાવે છે કે હ્રદયની બિમારી હવે વૃદ્ધિ સુધી જ સીમિત નથી. ડોક્ટરોએ હાર્ટ એટેક અથવા રિધમમાં સમસ્યા સર્જાઇ હોય તેવા યુવા દર્દીઓને પણ જોયા છે, જેનું મુખ્ય કારણ તણાવ, અસ્થિર સંબંધો, બિનઆરોગ્યપ્રદ આહાર અને બેઠાડું જીવન હોય છે. કામકાજના સ્થળો વધારે પડતું ભારણ અને અનિયમિત ઊંઘ યુવાનોમાં જોખમ વધારે છે. અપોલો હોસ્પિટલ્સ અને અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદના કાર્ડિયોલોજી સર્વિસિસના ડિરેક્ટર ડો. દાણીએ ઉમેર્યું હતું કે, “યુવાનોને અમારો મેસેજ ખૂબજ સરળ છેઃ તમારા સંબંધોની કાળજી રાખવી એટલે કે તમારા હ્રદયની સંભાળ રાખવી.”

નાની પહેલ, મોટો પ્રભાવ

ડોક્ટરોના કહેવા મૂજબ તમારા હ્રદયની સંભાળ રાખવા જીવનશૈલીમાં જબરદસ્ત પરિવર્તનની જરૂર નથી. તમારા પ્રિયજન સાથે સમય વિતાવવો, એકબીજાનો આદર કરવો, મજબૂત મિત્રતા અથવા પાલતુ પ્રમાણીઓની કાળજી રાખવા જેવાં કાર્યો જોખમી સ્ટ્રેસ હોર્મોનને ઘટાડે છે અને હ્રદયના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખે છે. આશાવાદ અને ભાવનાત્મક જોડાણ પણ જોખમ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

હ્રદયના સ્વસ્થ્ય માટે વ્યાપક અભિગમ

કાર્ડિયોલોજીસ્ટ ભારપૂર્વક કહે છે કે હ્રદયનું સ્વાસ્થ્ય બે તરફી પરિબળ ઉપર આધારિત છેઃ શારીરિક સ્વાસ્થ્ય ભાવનાઓને પ્રભાવિત કરે છે તેમજ ભાવનાત્મક સુખાકારી હ્રદયને. ઉદાહરણરૂપે, તણાવ જેવાં પરિબળો હ્રદય રોગનું જોખમ ત્રણગણું વધારે છે. બીજી તરફ પ્રેમ અને સપોર્ટથી દર્દી પ્રિવેન્ટિવ આદતોને ઝડપથી અપનાવીને સારવાર ઉપર ધ્યાન આપે છે. ડો. પ્રજાપતિએ ઉમેર્યું હતું કે, “આપણે વિશ્વ હ્રદય દિવસ તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે અમારો સંદેશો સ્પષ્ટ છે. સ્વસ્થ્ય હ્રદય માત્ર દવા અને કસરત સુધી સીમિત નથી, પરંતુ તે વ્યક્તિગત જોડાણ, પ્રેમ અને ભાવનાત્મક સંતુલન વિશે છે. તમારા મનને શાંતિ આપતા વ્યક્તિઓ સાથે રહો, તમારા માનસિક સ્વાસ્થ્યની સંભાળ રાખો અને જ્યારે વધુ પડતો તણાવ હોય ત્યારે મદદ લો. તમારા સંબંધો તમારા હ્રદયના સ્વાસ્થ્ય માટેની સૌથી અસરકારક દવા હોઇ શકે છે. હંમેશા યાદ રાખો કે તમારા હ્રદયને સુરક્ષિત રાખવામાં પૂરતી ઊંઘથી શરીરને પર્યાપ્ત આરામ આપવો એ સૌથી સરળ છતાં પાવરફુલ રીત છે.”

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
રાજકોટ

રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર

Editor By Editor 4 days ago
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?