આ ભવિષ્ય માટે નથી, પરંતુ આગામી મહિનાઓ માટે નિષ્ણાંતો તરફથી અપાયેલી ચેતવણી છે. નિષ્ણાંતોએ મૃત્યુઆંક પણ જાહેર કરી દીધો છે.
બ્રિટનમાં શિયાળા માટે SOS જાહેર
નિષ્ણાતોએ ચેતવણી જાહેર કરીને બ્રિટનને “હજારો” મૃત્યુ અને અત્યાર સુધીની સૌથી ખરાબ ફ્લૂ સીઝન માટે તૈયારી કરવા વિનંતી કરી છે. NHS ઈંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ જીમ મેકકેએ જણાવ્યું હતું કે, હવે થોડા અઠવાડિયા બાકી છે. ત્યારે આગામી શિયાળાની ઋતુ આરોગ્ય સેવા માટે અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ સમય હશે. તેમણે આગાહી કરી હતી કે બધી હોસ્પિટલો ભરાઈ જશે, અને સારવાર માટે ભયાવહ દર્દીઓને લાંબી રાહ જોવી પડશે.
જનતાએ સતર્ક રહેવું જરુરી
ઈંગ્લેન્ડમાં ફ્લૂથી 7,757 મૃત્યુ થયા છે, જે ગયા વર્ષે 3,555 હતા. ઓસ્ટ્રેલિયાએ હમણાં જ તેની સૌથી ખરાબ ફ્લૂ સીઝનનો અનુભવ કર્યો છે, જેમાં 410,000 થી વધુ કેસ નોંધાયા છે. નિષ્ણાતો કહે છે કે યુકેમાં પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. એટલા માટે એક ટોચની નર્સે આજે “ફ્લૂ જબ SOS” જારી કરીને લોકોને રોગને રોકવા માટે રસી લેવા વિનંતી કરી.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.


