- આસામની જીવવિજ્ઞાની ડૉ. પૂર્ણિમા દેવી બર્મનને બ્રિટિશ વાઈલ્ડલાઈફ ચેરિટી એવોર્ડથી સન્માનિત કરાયા
- દેશ અને દુનિયામાં લુપ્ત થતા સ્ટોર્ક હરગીલા પક્ષીના રહેઠાણના સંરક્ષણ બદલ એવોર્ડ મળ્યો
- એવોર્ડ આપનાર આ સંસ્થા વિશ્વમાં પાયાના સંરક્ષણને સમર્થન આપે છે.
દેશના આસામ રાજ્યમાં રહેતી અને વન્યજીવ જીવવિજ્ઞાની ડૉ. પૂર્ણિમા દેવી બર્મનને બ્રિટિશ વાઈલ્ડલાઈફ ચેરિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. પૂર્ણિમાને લુપ્તપ્રાય ગ્રેટર એડજ્યુટન્ટ સ્ટોર્ક (હરગીલા પક્ષી) અને તેના વેટલેન્ડ રહેઠાણના સંરક્ષણ તરફના તેમના પ્રયાસો બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.
ડૉ. પૂર્ણિમાને લંડનમાં રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી એવોર્ડ સમારોહમાં વ્હીટલી ફંડ ફોર નેચર (WFN) તરફથી 100,000 બ્રિટિશ પાઉન્ડનો વ્હીટલી ગોલ્ડ એવોર્ડ મળ્યો હતો. આ સંસ્થા સમગ્ર વિશ્વમાં પાયાના સંરક્ષણને સમર્થન આપે છે.
આસામીમાં ‘હરગીલા’ તરીકે ઓળખાતા સ્ટોર્ક ‘ગ્રેટર એડજ્યુટન્ટ સ્ટોર્ક’ના સંરક્ષણ માટે બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાની બહેન અને ચેરિટીના આશ્રયદાતા પ્રિન્સેસ એની દ્વારા ડૉ. પૂર્ણિમાને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.
પૂર્ણિમા દેવી બર્મને વન્યજીવ અભિયાન માટે તેમનો પોતાનો પીએચડીનો અભ્યાસ પણ પડતો મુક્યો હતો. આ ઉપરાંત તેમને ઘણાબધા સામાજિક કાર્યો કર્યા હતા જેથી તેની સારી એવી નોંધ લેવાઈ અને તેમને આ બધા કાર્યો માટે ઘણા પુરસ્કાર પણ મળી ચુક્યા છે. છેલ્લે તેમને આ સર્વ કામ બાદ પોતે મહેનત કરી પીએચડી અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો.


