- ઈરાન-ઈઝરાયલ વચ્ચે ઘર્ષણ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્ત્વનું નિવેદન
- અમેરિકા ઈઝરાયલની પડખે છે અને ઈરાનના હુમલાને વખોડતું રહેશે: ડોનાલ્ડ ટ્રમ્પ
- ટ્રમ્પ વીક-એન્ડ પર ગયા હોવાથી ટ્રમ્પે જો બાઈડેનના સંબોધનની પણ નિંદા કરી હતી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના જવાબી હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે જો હું રાષ્ટ્રપતિ હોત તો આવું ક્યારેય ન થાત. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અભૂતપૂર્વ હુમલા અંગે રાષ્ટ્રપતિ જો બિડેનનું રાષ્ટ્રને સંબોધન “ટેપ” (રેકોર્ડ) કરવામાં આવ્યું હતું. તેમની ટ્રુથ સોશિયલ એપ પરની એક પોસ્ટમાં, રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવારે કહ્યું, “ઈઝરાયેલ પર હુમલો થઈ રહ્યો છે! આવું ક્યારેય ન થવા દેવું જોઈએ – જો હું રાષ્ટ્રપતિ હોત તો આવું ક્યારેય ન થાય!”
ટ્રમ્પની પોસ્ટ આવી છે જ્યારે ઈરાને દમાસ્કસમાં તેના વાણિજ્ય દૂતાવાસ પર 1 એપ્રિલના હવાઈ હુમલાના જવાબમાં ડ્રોન અને મિસાઈલનો સીધો હુમલો કર્યો હતો, જેમાં બે કમાન્ડર સહિત સાત રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને છ સીરિયન નાગરિકો માર્યા ગયા હતા. જોકે, ઈઝરાયેલે હવાઈ હુમલાનો સ્વીકાર કર્યો નથી.
ઈઝરાયેલી સંરક્ષણ દળોએ દાવો કર્યો હતો કે 200 થી વધુ મિસાઈલો અને ડ્રોન છોડવામાં આવ્યા હતા અને તેણે મોટા પાયે હુમલો અટકાવ્યો હતો. સૈન્યએ એમ પણ કહ્યું હતું કે દક્ષિણ ઇઝરાયેલમાં ઘણા “નાના હુમલા” કરવામાં આવ્યા હતા, જેના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નજીવું નુકસાન થયું હતું.
જો બાઈડેન પર વાક્ બાણ
હુમલાના જવાબમાં, રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે ઈઝરાયેલની સુરક્ષા માટે અમેરિકાનું સમર્થન “અટલ” છે અને વોશિંગ્ટન “ઈઝરાયેલનાં લોકો સાથે ઊભું રહેશે અને ઈરાનના આ જોખમો સામે તેમના સંરક્ષણને સમર્થન આપશે.” પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની હુમલા પર રાષ્ટ્રને આપેલા બાઈડેનના સંબોધનની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે તે “ટેપ કરેલું ભાષણ” છે.
સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ બાઈડેનની ટીકા કરી અને કહ્યું કે આ ટેપ કરેલા ભાષણોનો સમય નથી. ટ્રમ્પે વધુમાં દાવો કર્યો હતો કે તેમની ટ્રુથ સોશિયલ પોસ્ટ વાંચ્યા પછી, “બાઈડેનના હેન્ડલરોએ તેમને તેમનું ટેપ કરેલ ભાષણ રિલીઝ ન કરવા માટે સમજાવ્યા. તે (બાઈડેન) હવે કદાચ આવતીકાલે તેને જીવંત કરવાનો પ્રયાસ કરશે
બાઈડેન વીક એન્ડ મનાવવા ગયા હતા
અહેવાલો અનુસાર, જો બાઈડેન ડેલવેરના રેહોબોથ બીચ પર વીક એન્ડ મનાવવા ગયા હતા. ત્યારબાદ તેઓ તેમના નિવાસસ્થાનથી શનિવારે રાત્રે વ્હાઇટ હાઉસ પરત ફર્યા હતા, આ દરમિયાન, પૂર્વ રાષ્ટ્રપતિએ પણ ઈઝરાયેલને સમર્થન આપતા કહ્યું કે, “અમેરિકા ઇઝરાયેલને સમર્થન આપે છે” તેમણે કહ્યું, “હું કહેવા માંગુ છું કે ભગવાન ઇઝરાયેલના લોકોને આશીર્વાદ આપે. અત્યારે તેમના પર હુમલો થઈ રહ્યો છે… જો અમે ઓફિસમાં હોત તો આવું ન થયું હોત.”


