આ સમૂહ સોશલ મીડિયા અને ગેમિંગ પ્લેટફોર્મ પર યુવાઓને કટ્ટરપંથમાં ધકેલે છે.
કેનેડા સરકારના કડક પગલાં
764 સાથે જોડાયેલા સગીરોની ધરપકડ બાદ સરકારે તેમના ફંડ અને સંપત્તિ જબ્ત કરવાના અધિકાર વધાર્યા છે. કેનેડા સરકારે ચરમપંથી નેટવર્ક 764ને આતંકી સંગઠન જાહેર કર્યુ છે. કેનેડા આવુ કરનાર પ્રથમ દેશ બન્યો છે. સરકારે તેની સાથે વધુ ત્રણ સંગઠનોને આતંકી સંગઠનની યાદીમાં જાહેર કર્યા છે. જેમાં મૈનિયક મર્ડર કલ્ટ, ટેરરગ્રામ કલેક્ટિવ અને ઇસ્લામિક સ્ટેટ-મોઝામ્બિક સામેલ છે.
યુવાઓને ફસાવવા માટે જાળ
કેનેડાની સરકારે જણાવ્યુ છે કે, 764, મૈનિયક મર્ડર કલ્ટ અને ટેરરગ્રામ કલેક્ટિવ સોશલ મીડિયા અને ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને યુવાઓને પોતાની જાળમાં ફસાવવામાં આવે છે. આ સંગઠન ઇન્ટરનેટ પર ઉગ્ર વિચારધારાઓ ફેલાવે છે. અને લોકોને ઓનલાઇન તથા ઓફલાઇન હિંસા કરવા માટે ભડકાવે છે. સરકારે જણાવ્યુ છે કે, આ સંગઠન ઇન્ટરનેટનો ઉપયોગ યુવાઓને ફસાવવા, બ્રેન વોશ કરવા અને હિંસા ફેલાવવા માટે કરે છે.
કેનેડા પોલીસની કાર્યવાહી
કોનેડા પોલીસે લાંબા સમયથી માતા-પિતાને ચેતવણી આપી હતી કે, 764 નામનું નેટવર્ક યુવાઓને ટાર્ગેટ કરી રહ્યુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સમૂહ સમાજને ખત્મ કરવા માગે છે. સરકારે વધુમાં કહ્યુ હતુ કે, 764નું લક્ષ્ય માત્ર હિંસા ફેલાવી સમાજનો નાશ કરવાનો છે. ફેબ્રુઆરી 2024માં અલ્બર્ટાના લેથબ્રિઝ શહેરમાં પોલીસે 14 વર્ષના સગીરની ધરપકડ કરી હતી. તેણે કહ્યુ હતુ કે, તેન 764 સંગઠનનો સભ્ય છે. તેના પર અશ્લીલ વીડિયો બનાવવાનો અને ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ પાકિસ્તાની સૈન્ય અને રાજકારણમાં ખળભળાટ, ભૂતપૂર્વ ISI વડા ફૈઝ હમીદને 14 વર્ષની કેદની સજા ફટકારાઇ


