- આ નવો ગ્રહ પૃથ્વીથી 1,200 પ્રકાશ વર્ષ દૂર છે. અને આકારમાં અત્યાર સુધી સૌથી મોટો ગ્રહ છે
- નવા ગ્રહનું નામ વાસ્પ-193-બી આપવામાં આવ્યું છે જે બધાથી જુદો છે
- આ ગ્રહ 6.2 દિવસમાં સૂર્યની આસપાસ પોતાની કક્ષાનું ચક્કર લગાવી લે છે
બ્રહ્માંડમાં એટલા બધા રહસ્યો ઉકેલાયા વગરના છે જે અંગે માનવ અજાણ છે. કારણ કે બ્રહ્માંડનું જ્ઞાન અકળ છે. આને લઈ વૈજ્ઞાનિકો સદીઓથી રહસ્યો શોધવા રાત-દિવસ એક કરતા હોય છે. આ દરમિયાન સંશોધકોની એક ટીમે એક ગ્રહને શોધી કાઢયો છે. જેને જાણીને તમને ખૂબ નવાઈ લાગશે. વૈજ્ઞાનિકોએ જે ગ્રહને શોધી કાઢયો છે તેનું નામ વાસ્પ-193-બી આપવામાં આવ્યું છે. તેમને જણાવ્યું કે, એગ્ઝોપ્લેનેટ ગ્રેસીય ગ્રહ જરૂર છે. જો કે આનું ઘનત્વ વધુ નથી. આ કારણે સૌથી હળવો ગ્રહ કહેવામાં આવે છે.
શોધકરનારી ટીમને મળી સફળતા
મેસાચુસેટસ ઈન્સિટટ્યૂટ ઑફ ટેક્નોલૉજીના આ વૈજ્ઞાનિક દળના પ્રમુખ ખાલીદ બરકૂઈ છે. તેમને જણાવ્યું કે, મૂળરૂપથી આ એક નરમ ગ્રહ છે. કારણ કે આ નક્કર પદાર્થોના બદલે હળવા ગૅસથી બનેલો છે. વૈજ્ઞાનિક દળે જણાવ્યું કે આ ગ્રહ મુખ્ય રીતે હાઈડ્રોજન અને હિલિયમથી બનેલો છે. આ ગ્રહ અંગે ગત વર્ષે જાણવા મળ્યું હતું. આ પૃથ્વીથી 1,200 પ્રકાશ વર્ષ દૂર છે. અને આકારમાં અત્યાર સુધી સૌથી મોટો ગ્રહ છે. ખાલીદ બરકુઈએ કહ્યું કે આ બીજો સૌથા ઓછો ઘનત્વ ધરાવતો ગ્રહ છે.
નવા ગ્રહની વિશેષતા
વાસ્પ-193-બી નામનો આ ગ્રહ આકારમાં ગુરુથી મોટો છે. આટલા ઓછા ઘનત્વ ધરાવતા ગ્રહનું હોવું નક્કી માપદંડોના આધારે શક્ય નથી. આ ગ્રહ 6.2 દિવસમાં પોતાની કક્ષાનું ચક્કર લગાવી લે છે. અને આ ગ્રહ પર અનેક પ્રકારના ગૅસને લીધે પ્રકાશ ખૂબ ઓછો હોય છે.


