આજનો સમય ખરેખર બદલાઈ ગયો છે. ક્યારેક પુરુષોનું પ્રભુત્વ માનવામાં આવતું હતું, પરંતુ આજે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. આવી જ બદલાતી દુનિયામાંથી એક એવી અદ્ભુત અને થોડી ચોંકાવનારી વાત સામે આવી છે, જેને વાંચીને તમે પણ અચંબામાં પડી જશો. આપણે સામાન્ય રીતે ઘર, દુકાન, કાર કે કપડાં ભાડે લેતા હોઈએ છીએ, પરંતુ હવે તો એક દેશમાં પતિ પણ ભાડે મળે છે!
જ્યાં પતિ પ્રેમ માટે નહીં, કામ માટે આવે છે
યુરોપનો નાનો પરંતુ અનોખો દેશ લાતવિયા આજકાલ ચર્ચામાં છે. અહીં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા એટલી વધુ છે કે અનેક મહિલાઓએ ઘરકામ માટે “ભાડે રાખેલા પતિ” રાખવાનું શરૂ કરી દીધું છે. આ પતિ કોઈ લાગણીસભર સંબંધ માટે નહીં, પરંતુ ઘરના કામકાજ માટે થોડા સમય માટે બોલાવવામાં આવે છે. પાઇપમાંથી પાણી ટપકતું હોય, પડદા લટકાવવાના હોય, કબાટનું સુથારીકામ કરાવવાનું હોય કે દીવાલ પર ટીવી ફિટ કરાવવો હોય લાતવિયામાં આ બધા કામ માટે હવે “એક કલાક માટે પતિ” ઉપલબ્ધ છે.
એક કલાક માટે પતિ – એક ક્લિકમાં હાજર
અહેવાલો અનુસાર, લાતવિયામાં ઘણી કંપનીઓ એવી સેવાઓ આપે છે, જ્યાં તાલીમ પામેલા પુરુષો ટેકનિકલ અને ઘરગથ્થુ સમારકામ માટે ઉપલબ્ધ હોય છે. મહિલાઓ ફોન કે ઓનલાઈન બુકિંગ કરીને “હઝબન્ડ ફોર એન અવર” મંગાવી શકે છે અને માત્ર 60 મિનિટમાં નિષ્ણાત કામ પર પહોંચી જાય છે. પ્લમ્બિંગ, પેઇન્ટિંગ, ઇલેક્ટ્રિકલ કામ કે નાનાં-મોટાં ઘરકામ બધું જ ફી ચૂકવીને કરાવી શકાય છે. લાતવિયાના લોકોનું કહેવું છે કે “એમાં કંઈ ખોટું નથી, પણ દેશમાં સંતુલન જાળવવા માટે થોડા વધારે પુરુષો હોવા જોઈએ. વાત કરવાની અને ફ્લર્ટ કરવાની મજા આવે છે.”
આ વલણ ઊભું કેવી રીતે થયું?
સમય જતાં લાતવિયામાં લગ્ન દર ઘટ્યો, પુરુષોની સંખ્યા ઘટતી ગઈ અને મહિલાઓની જવાબદારી વધી. એકલા રહેતી મહિલાઓ માટે ઘરના કામકાજ સંભાળવું મુશ્કેલ બન્યું. પરિણામે, પરિવારના પુરુષ સભ્યો દ્વારા કરવામાં આવતાં કામ હવે વ્યાવસાયિક સેવા રૂપે મળવા લાગ્યા. આમાંથી જ “એક કલાક માટે પતિ” જેવી અનોખી સેવાઓનો જન્મ થયો. આંકડા પણ ચોંકાવી દે તેવા છે
લાતવિયાના સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ બ્યુરોના તાજેતરના આંકડા મુજબ,
- 18 વર્ષથી ઉપરની વસ્તીમાં માત્ર ૪૪.૬% લોકો જ પરિણીત છે
- 15.6% લોકો છૂટાછેડા લીધેલા છે
- અને 29.6% લોકો કુંવારા છે
આનો સીધો અર્થ એ થાય છે કે દેશમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકલી રહે છે અને રોજિંદા જીવન માટે કામચલાઉ પતિ રાખવો હવે સામાન્ય બનતો જાય છે.
પુરુષો માટે ચિંતાજનક સ્થિતિ
રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે અહીં 80%થી વધુ આત્મહત્યા પુરુષો દ્વારા કરવામાં આવે છે. મહિલાઓ પુરુષો કરતાં સરેરાશ 11 વર્ષ વધુ જીવે છે. દેશનું સરેરાશ આયુષ્ય પણ આશરે 44.1 વર્ષ આસપાસ હોવાનું કહેવાય છે. લાતવિયાનું આ ઉદાહરણ બતાવે છે કે સમાજ કેવી રીતે બદલાઈ રહ્યો છે. અહીં “પતિ” હવે માત્ર સંબંધ નહીં, પરંતુ એક સેવા બની ગયો છે. પ્રેમ, લગ્ન અને પરિવારની પરંપરાગત વ્યાખ્યાઓને પડકાર આપતું આ વલણ આજે દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે.


