- આજે વિશ્વ યુએફઓ દિવસ
- અજાણી ઉડતી વસ્તુઓના અસ્તિત્વને જાણવાનો દિવસ
- સંશોધન અને ચર્ચાઓ કરવામાં આવે છે
આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ UFO દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના લોકો આપણા ગ્રહ સિવાયના અન્ય અજાણી ઉડતી વસ્તુઓ અને ગ્રહોના અસ્તિત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે એકઠા થાય છે. ત્યારે આવો જાણીએ કેમ ઉજવવામાં આવે છે યુએફઓ દિવસ અને તેનું શું છે મહત્વ.
UFO એટલે શું ?
UFOનો ફુલ ફોર્મ છે unidentified flying object. એટલે કે એવી ઉડતી વસ્તુઓ કે જેની કોઇ ઓળખ નથી. આ દિવસ તે વસ્તુઓ માટે ઉજવવામાં આવે છે જે આકાશમાં ઉડતી જોવા મળે છે પરંતુ તેની કોઈ ઓળખ નથી. સેંકડો વર્ષોથી લોકો દાવો કરી રહ્યા છે કે તેઓએ યુએફઓ અથવા ઉડતી રકાબી જેવી વસ્તુઓ જોઈ છે. આ દાવાઓ હેઠળ, આ વસ્તુઓ પર ઘણી વખત સંશોધન અને ચર્ચાઓ કરવામાં આવી છે.
ક્યારથી થઇ શરૂઆત ?
વિશ્વ UFO દિવસની શરૂઆત વર્ષ 2001 માં UFO સંશોધક હક્તુન અકડોગન દ્વારા કરવામાં આવી હતી. આ દિવસે ખાસ કરીને 1947ની રોઝવેલ ઘટનાને કારણે પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં એક અજાણી ઉડતી રકાબી અથડાયાની ઘટના પ્રકાશમાં આવી હતી. યુએફઓના ઈતિહાસમાં આ સૌથી મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે.
UFO દિવસ કેમ ઉજવાય છે ?
વિશ્વ UFO દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે તે બહારની દુનિયાના જીવનના અસ્તિત્વ પર ખુલ્લી ચર્ચા કરવા પર પ્રોત્સાહન આપે છે. આ દિવસ એ વિચાર પર ભાર મૂકે છે કે આપણે બ્રહ્માંડમાં એકલા નથી. આપણા સિવાય આ બ્રહ્માંડમાં અન્ય લોકો પણ છે જેમની પાસે વિચારવાની અને સમજવાની શક્તિ છે. વિશ્વ યુએફઓ દિવસનો હેતુ એક મહાન ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.


