ભારત દિવસે ને દિવસે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો હવે ટેકનોલોજી અને નવીનતાનું વૈશ્વિક કેન્દ્ર બનવાની દોડમાં સૌથી આગળ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં વિશ્વપ્રખ્યાત ટેક કંપનીઓ Amazon, Microsoft, Google, Apple, Lam Research અને Nvidia-backed Cohesity એ દેશમાં કુલ $70 બિલિયન (₹6.32 ટ્રિલિયન)થી વધુના વિશાળ રોકાણોની જાહેરાત કરી છે.
બિલિયનના સૌથી મોટા રોકાણ
Amazon આશરે $35 બિલિયનના સૌથી મોટા રોકાણ સાથે આગેવાની લઈ રહ્યું છે, જ્યારે માઇક્રોસોફ્ટે ક્લાઉડ અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે $17.5 બિલિયનનું રોકાણ જાહેર કર્યું છે. ગૂગલ દ્વારા ડેટા સેન્ટર્સ અને ડિજિટલ ડેવલપમેન્ટ માટે $15 બિલિયનની પ્રતિબદ્ધતા ભારતને ગ્લોબલ ડિજીટલ ઇકોસિસ્ટમમાં વધુ મજબૂત બનાવી રહી છે.
$1.5 બિલિયનનું રોકાણ
ઉત્પાદન અને સપ્લાય ચેઈનમાં વૃદ્ધિ તરફ આગળ વધતા, Appleએ ભારતમાં પોતાના મેન્યુફેક્ચરિંગ નેટવર્કના વિસ્તરણ માટે $1.5 બિલિયનનું રોકાણ કર્યું છે. સેમિકન્ડક્ટર અને ડેટા મેનેજમેન્ટ ક્ષેત્રમાં લેમ રિસર્ચે $1.2 બિલિયન અને કોહેસિટીએ $1 બિલિયનનો રોકાણ પ્લાન જાહેર કર્યો છે.
વિશ્વનું સૌથી મોટું હબ
ભારત ઝડપી ગતિએ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs)નું વિશ્વનું સૌથી મોટું હબ બની રહ્યું છે. GCC એટલે એવી વિશેષ એકમો, જ્યાં વિશ્વની મોટી કંપનીઓ સૌથી પ્રતિભાશાળી માનવીય સંસાધનો અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને IT, ફાઇનાન્સ, સંશોધન, ગ્રાહક સેવા અને ડિજિટલ સોલ્યુશન્સ જેવી સેવાઓ પૂરી પાડે છે.
ACCA રિપોર્ટ મુજબ, GCC દ્વારા ભારતની નિકાસ આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.
- FY 2022–23માં GCC નિકાસ આવક: $46 બિલિયન
- FY 2023–24માં GCC નિકાસ આવક: $64.6 બિલિયન
જો આ જ વૃદ્ધિ ચાલુ રહી, તો આ દાયકાના અંત સુધીમાં GCC નિકાસ $100 બિલિયન સુધી પહોંચી શકે છે.
ભારતના GCC હબોમાં બેંગલુરુ સૌથી આગળ
વેસ્ટિયન ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ રિપોર્ટ 2025 અનુસાર, ભારતના GCC હબોમાં બેંગલુરુ સૌથી આગળ છે, જ્યાં દેશના કુલ GCCના 29% સ્થિત છે. ત્યારબાદ હૈદરાબાદ તેમજ દિલ્હી NCR છે, બંન્ને જગ્યાએ 15%થી વધુ GCC છે. મુંબઈ (12%) અને પુણે (11%) પણ મહત્વપૂર્ણ ટેક-હબ તરીકે ઝડપથી વિકસી રહ્યા છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે બેંગલુરુ, હૈદરાબાદ અને દિલ્હી NCR ભારતને વૈશ્વિક ટેક પાવર તરીકે આગળ ધપાવવામાં મુખ્ય ભુમિકા ભજવી રહ્યા છે.
આ પણ વાંચો : US વિઝા મળ્યા પછી પણ સ્ક્રીનીંગ ચાલુ રહેશે, ભારતીયોની ચિંતામાં વધારો


