- બિલ ગેટ્સ સરદાર સરોવર નર્મદા ડેમ પણ જોવા જશે
- કેવડિયામાં આરોગ્ય વનની પણ લેશે મુલાકાત
- અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં હાજરી આપશે
માઈક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ અને ગેટ્સ ફાઉન્ડેશનના કો-ચેરમેન અને ટ્રસ્ટી બિલ ગેટ્સ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. જેમાં બિલ ગેટ્સ સરદાર સરોવર નર્મદા ડેમ પણ જોવા જશે. તેમજ કેવડિયામાં આરોગ્ય વનની પણ મુલાકાત લેશે.
બિલ ગેટ્સ સરદાર સરોવર નર્મદા ડેમ પણ જોવા જશે
નર્મદામાં બિલ ગેટ્સ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. જેમાં માઈક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ અને ગેટ્સ ફાઉન્ડેશનના કો-ચેરમેન અને ટ્રસ્ટી બિલ ગેટ્સ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. બિલ ગેટ્સ કેવડિયા આવશે, અહીં તેઓ આરોગ્ય વનમાં જશે. પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ પણ જોવા જશે. બપોરના 12 કલાકે બિલ ગેટ્સ આવશે.
અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં હાજરી આપશે
વિશ્વના ધનિક ઉદ્યોગપતિ અને માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે. તેઓ સરદાર પટેલને જોવા માટે બપોરે એક વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે. બિલ ગેટ્સ સ્ટેચ્યુ ઓફ યુનિટ પહોંચી સ્થાનિક આદિવાસી મહિલા રિક્ષાચાલકો સાથે સંવાદ પણ કરશે. તેમજ કેફેટેરિયા ચલાવતી મહિલાઓ સાથે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત બિલ ગેટ્સ આરોગ્ય વન સહિતના અન્ય સ્થળોની પણ મુલાકાત લેશે. બિલ ગેટ્સ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે તેવું પણ જાણવા મળ્યું છે. અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં હાજરી આપશે.


