- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ
- બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- મુંબઈ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક પણ મેચ જીત્યું નથી
વિમેન્સ પ્રીમિયર લીગ 2024માં 9મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, બંને ટીમો પોતાની પાછલી મેચ હારી ચૂકી છે.
જ્યાં એક તરફ છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને દિલ્હી કેપિટલ્સે હરાવ્યું હતું તો બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સને યુપી વોરિયર્સે હરાવ્યું હતું. આજની મેચ જીતીને બંને ટીમો પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર રહેવા ઈચ્છશે. જ્યાં એક તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાના શાનદાર ફોર્મમાં દેખાઈ રહી છે તો બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.
RCB અને MI નો હેડ ટૂ હેડ રેકોર્ડ
આ વખતે વુમન્સ પ્રીમિયર લીગ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પ્રથમ વખત ટક્કર થવા જઈ રહી છે. આ પહેલા મહિલા પ્રીમિયર લીગ 2023માં બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી. આ બંને મેચમાં હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સે સ્મૃતિ મંધાનાની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. જે બાદ મુંબઈ ઈન્ડિયન્સનો હાથ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. જો કે ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થવાનો છે.
આરસીબીની પ્લેઈંગ ઈલેવન
સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડેવાઇન, સબીનેની મેઘના, એલિસ પેરી, રિચા ઘોષ (વિકેટકીપર), સોફી મોલિનક્સ, જ્યોર્જિયા વેરહેમ, શ્રેયંકા પાટિલ, સિમરન બહાદુર, આશા શોભના, રેણુકા ઠાકુર સિંહ.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન
હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા(વિકેટકીપર), નેટ સાયવર-બ્રન્ટ(કેપ્ટન), એમેલિયા કેર, પૂજા વસ્ત્રાકર, ઈસી વોંગ, એસ સજના, અમનજોત કૌર, હુમૈરા કાઝી, કીર્તન બાલકૃષ્ણન, સાયકા ઈશાક


