- પીએમ મોદી પર ટિપ્પણી કરવી મંત્રી પર પડી ભારે
- માલદિવ વિવાદમાં ત્રણ મંત્રીઓનો ભોગ લેવાયો
- માલદિવના મંત્રીએ કંટાળીને પોતાનું સોશિયલ એકાઉન્ટ જ ડિલિટ કરી દીધું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ યાત્રાને લઈ માલદીવના ત્રણ મંત્રીઓને બરતરફ કરી દેવામાં આવ્યા છે. એમાંના એક મંત્રીએ મહમુદ માજિદે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સથી પોતાનું એકાઉન્ટ જ ડિલીટ મારી સોશિયલ મીડિયાને જ બાય બાય કરી દીધું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્ણી કરનાર ત્રણેય મંત્રીઓને માલદીવ સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. પીએમ મોદી પર આવી ટિપ્પણી કરનાવને લઈ માલદીવની ચારેતરફ ટિકા થઈ રહી છે. જેને લઈ મંત્રી મરિયમ શિઉના, માલશા શરીફ અને મહેમુદ માજિદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માલદીવ સરકારની પણ આલોચના થઈ રહી છે. આ મંત્રીઓને સોશિયલ મીડિયા પર ટેગ કરી લોકો પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે. જેના લીધે મહેમુદ માજિદે પોતાના એક્સ એકાઉન્ટ જ ડિલિટ મારી દીધું છે.
આ મામલે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે કહ્યું હતું કે માલદીવ સરકારના મંત્રીઓ દ્વારા સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ જે નફરત ભરેલી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને હું વખોડું છું. ભારત હંમેશા માલદીવનો સારો મિત્ર રહ્યો છે અને આપણે આવી કઠોર ટિપ્પણીઓને આપણા બંને દેશો વચ્ચેની વર્ષો જૂની મિત્રતા પર નકારાત્મક અસર ન થવા દેવી જોઈએ.
મંત્રીઓ સામે કાર્યવાહી
તમને જણાવી દઈએ કે માલદીવની મહિલા મંત્રી મરિયમ શિયુનાએ પીએમ મોદી વિશે સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ભારતે માલદીવની મોહમ્મદ મુઈઝૂ સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. પુરૂષમાં ભારતીય હાઈ કમિશનરે મંત્રીની ટિપ્પણી સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. ભારતના વાંધા બાદ માલદીવ સરકારે નિવેદન જારી કરીને કહ્યું કે આ તેમનો અંગત અભિપ્રાય છે. મંત્રીની ટિપ્પણીઓ માલદીવ સરકારના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતી નથી.
આખો વિવાદ કેમ શરૂ થયો?
તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ પછી તેમને આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાની યોજના બનાવવાની અપીલ કરી હતી. આ પછી માલદીવની યુવા સશક્તિકરણની ઉપમંત્રી મરિયમ શિયુનાએ પીએમ મોદીની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જો કે, જ્યારે તેની ટવિટની ટીકા થઈ ત્યારે તેણે કંટાળીને તેને ડિલિટ પણ કરી દીધું હતું.


