સતત દોડધામવાળી જીંદગી, રજીસ્ટ્રેશન માટે સ્કેન કરો તણાવ, આરામનો અભાવ, સ્પર્ધાત્મક વાતાવરણ, વ્યવસાયીક કાર્ય સંદર્ભે સતત ચિંતા * અને મનમાં ઉચાટ. કસરતનો અભાવ વિગેરે પરીબળોમાં આજના માનવીઓ સતત અટવાયા કરતા હોય છે. ઉપરોકત તમામ પરીબળોમાં રાહત મેળવી શકાય અને શારીરિક- માનસિક સ્વાસ્થ્યમાં આમૂલ પરિવર્તન લાવી શકાય તેવા ઉમદા હેતુથી સોમવાર તા. ૩ જુન, ૨૦૨૪ થી ૭ જુન, ૨૦૨૪ દરમ્યાન સવારે ૭- ૩૦ થી ૮-૩૦ (એક કલાક) વાગ્યા સુધી રાષ્ટ્રીય શાળા મેઇન હોલ, રાજકોટ ખાતે સમાજોપયોગી યોગા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે મો. નં. ૯૯૨૪૬ ૪૯૪૫૭ ઉપર પૂરજોશમાં રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. યોગા વર્કશોપમાં જોડાવવા લોકોનો એકધારો પ્રવાહ જોવાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય પ્રમાણિત યોગા ટ્રેનર, હઠ અને વિન્ધાસામાં યોગા એલાયન્સ, ઋષિકેશ સાથે સંબંધિત કૈવલ્યધામ, લોનાવાલા તથા ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) દ્વારા ખાધમાં પ્રમાણિત પોષણ તજજ્ઞ બંસી ભટ્ટ દ્વારા જીવનને હકારાત્મક પરિણામલક્ષી બનાવવા આ યોગા વર્કશોપનું અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
* યોગા વર્કશોપના ફાયદા
આ યોગા વર્કશોપના ફાયદા વર્ણવતા બંસી ભટ્ટ કહે છેકે શારીરિક સ્વાસ્થ્યમાં ફીટનેસમાં સુધારો થાય છે. માનસિક સ્વચ્છતાના ભાગરૂપેધ્યાન કેન્દ્રીત કરવું. તણાવ ઘટાડવો અને આરામને પ્રોત્સાહિત કરવો. સુખાકારીના ભાગરૂપે – ભાવનાત્મક આંતરિક શાંતિ અને ભાવનાત્મક સંતુલન મેળવી શકાય છે. વ્યકિતગત વૃધ્ધિના ભાગરૂપે આંતરિક સમજ્ મેળવીને પોતાની સાથે (સ્વ સાથે) વધુ ઊંડો સંબંધ વિકસાવી શકાય છે, જેને કારણે જીવન જીવવાનો પણ સચોટ-યોગ્ય રસ્તો મેળવી શકાય છે. ઉપરોકત તમામ ફાયદાઓ ધ્યાનમાં રાખીને રાજકોટના આંગણે થઇ રહેલા આ સમજોપયોગી-જીવનોપયોગી યોગા વર્કશોપને જતો કરવા જેવો નથી તેવું ચોક્કસપણે કહી શકાય.


