વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષાના પાઠ ભણાવાયા
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢની સમાન બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે “કવચ” પ્રકલ્પના ઉપક્રમે “સાવચેતી અને કાયદાકીય માર્ગદર્શન” વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્થાના આચાર્ય ડો. જે.આર.વાંઝાના સક્ષમ માર્ગદર્શન હેઠળ તથા કવચ પ્રકલ્પના કો-ઓર્ડીનેટર્સ ડો.જીગ્નેશ કાચા, ડો.ભરત રાઠોડ અને ડો.મેઘરાજસિંહ જાડેજા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં કૉલેજના પુર્વ આચાર્ય અને તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. પી. વી. બારસીયા મહેમાનોનું શબ્દોથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે કોલેજની પરંપરા મુજબ ઉપરિવત કરાવી, આજના સમયમાં સાયબા જાગૃતિની અનિવાર્યતા સમજાવી હતી
કાર્યક્રમમાં ઉપસ્થિત વિદઉષ શેરના નિષ્ણાતઓએ સાયબર સુરક્ષા અંને અત્યંત મનનીય વિચાસે રજૂ કર્યા હતાં.
ડો. રાજેન્દ્રસિંહ રાઠોડ (આચાર્ય, સરકારી કોલેજ-લીલીયા)એ જણાવ્યું કે ડીજીટલ યુગમાં સાવચેતી એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે. દરેક કલીક કરતા પહેલા વિચારવું જરૂરી છે.
ડો. પ્રધુમનસિંહ ચૌહાણ (આચાર્ય, સરકારી કોલેજ-ખંભાળિયા)એ વિદ્યાર્થીઓને ઓનલાઈન, લોભ,લાલચ ફેક પ્રોફાલ અને અજાણી લીંકથી દુર રહેવા મકકમતાથી સાવધ કર્યા હતાં.


