લીમડો ઔષધીય ગુણો પણ ધરાવે છે, તેના પાન સ્કીન વાળ તેમજ પેટ માટે પણ ખૂબ ફાયદાકારક છે.
મીઠા લીમડાનો ઉપયોગ ભારતીય વાનગીમાં વધારે જોવા મળે છે.મીઠા લીમડાનો વઘાર કરવાથી મીઠી સોડમ આવે છે.ખાવામાં સ્વાદ વધારવાની સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી છે ઘણા ઔષધીય ગુણો પણ તે ધરાવે છે અને તેના પાન સ્કીન વાળ તેમજ પેટ માટે પણ ખૂબ ફાયદાકારક છે.મીઠો લીમડો જમીનમાં તો ઉગે જ છે પરંતુ કુંડામાં પણ ઉગાડી શકાય છે. ઘણાને મીઠા લીમડાનો છોડ મુરઝાઇ જતો હોય છે. મીઠા લીમડાના છોડમાં સફેદ રંગના નાના ફુલ આવે છે એ દેખાવમાં સારા લાગે છે પરંતુ લીમડાના છોડને નુકસાન કરે છે જેથી આ ફૂલ દૂર કરવા જરૂરી છે.ઠંડીની સીઝનમાં મીઠા લીમડાના છોડમાં કોઈ પણ પ્રકારનું ખાતર ન નાખો. તેનાથી પાન પીળા થઈ જશે.વધારે તડકાથી બચાવો- ચોક્કસપણે મીઠા લીમડાના છોડને તડકાની જરુર હોય છે પણ ઓછી માત્રામાં. એટલા માટે જરુરી છે કે, છોડને ક્યારેય પણ તડકામાં ન રાખો. આવું કરવાથી છોડના પાન બળી જશે. આ ઉપરાંત છોડ મોટો થતાં તેને નવા કુંડામાં શિફ્ટ કરી દો, જેથી તે સરળતાથી વધી શકે.
*મીઠા લીમડાનો ઉપયોગ
-મીઠા લીમડાનાં તાજાં પાંદડાં અને જરૂર પુરતી હળદર મેળવી પાણી નાખીને લસોટી નાખવું. પેસ્ટ-લુગદી બની જાય એટલે ફોકસ પર લગાડવું. તેનાથી ખીલ, કાળા ડાઘ, ફોડલીઓ, સનબર્ન વગેરેમાં ફાયદો થાય છે.
*મીઠા લીમડાનાં દસ પાંદડાંનો બે ચમચી રસ અને એક ચમચી લીંબુનો રસ ઠંડા પાણીમાં મેળવીને તેમાં જરૂર પૂરતી સાકર નાખવી. તેમાં મરીનો પાવડર પણ ઉમેરવો. આ શરબત પીવાથી ઉપર્યુક્ત સમસ્યાઓનું નિવારણ કરી શકાય છે.
*મીઠું, જીરુ, હિંગ અને મીઠા લીમડાનાં પાંદડાંથી વઘારેલી છાશ જમતી વખતે લેવાથી મરડો, મ્યુણે કોલાયટીસ જેવી સમસ્યાઓમાં થોડી રાહત થાય છે.
*આદુ મરચાં કોથમીરમાં લીમડાના પાન નાખીને મીઠું,લીંબુ,ખાંડ નાખીને ચટણી બનાવીને ભોજનમાં ઉપયોગ કરી શકાય.આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.