- તેલંગાણા અને અન્ય રાજયના ઉમેદવારો નક્કી થશે
- મધ્ય પ્રદેશના કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા કરવામાં આવી
- ભાજપની યાદી ટૂંક સમયમાં જાહેર થવાની તૈયારી
લોકસભાની ચૂંટણી જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. આ વચ્ચે તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી અંગે મનોમંથન ચાલી રહ્યું છે. જેમાં ભાજપમાં આવતીકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક મળી રહી છે. 11મી માર્ચ એટલે કે સોમવારે BJP CECની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાની બેઠકો માટેના ઉમેદવારોના નામ પર મનોમંથન થઈ શકે છે.
જ્યાં એક તરફ ભાજપમાં બીજી યાદી જાહેર થવા અંગે રાહ જોવામાં આવી રહી છે. ત્યારે શનિવારે મોડી રાત્રે ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ઘણાં મુખ્યમંત્રીથી લઈ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં પણ વિવિધ નામો અંગે ચર્ચા થઈ છે.
દક્ષિણ ભારતમાં સીટ માટે ગઠબંધન
એટલું જ નહીં દક્ષિણમાં પોતાને મજબૂત કરવા માટે ભાજપે આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી અને જનસેના સાથે ગઠબંધન કરીને સીટ વહેંચણી અંગે વાતો થઈ છે. જેમાં ભાજપ આંધ્રમાં 8 લોકસભા સીટો પર ચૂંટણી લડી શકે છે. ટીડીપી બાકીની બેઠકો પર ચૂંટણી લડશે.
195 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત થઈ
અગાઉ 2 માર્ચે ભાજપે લોકસભા ચૂંટણી માટે 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 195 બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપની પ્રથમ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત 34 મંત્રીઓના નામ સામેલ છે. ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. , જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે. ભાજપની પ્રથમ યાદીમાં 28 મહિલાઓ, 27 ST, 18 ST, 57 OBC અને 47 યુવા નેતાઓનો સમાવેશ થાય છે, જેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ મળી છે.


