By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોકુલનગર આવાસ કૌભાંડને ટક્કર મારે તેવું કોઠારીયામાં જમીન કૌભાંડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

ગોકુલનગર આવાસ કૌભાંડને ટક્કર મારે તેવું કોઠારીયામાં જમીન કૌભાંડ

agragujaratnews
Last updated: 2024/03/19 at 8:21 PM
2 years ago
Share
ગોકુલનગર આવાસ કૌભાંડને ટક્કર મારે તેવું કોઠારીયામાં જમીન કૌભાંડ
SHARE

સરકારી ખરાબાની જમીનો પર દુકાનો, હોટલ, કારખાનાઓ અને ઓરડીઓ ખડકી દેવાય છે

આ વિસ્તારના ભાજપના અગ્રણી તરફ શંકાની સોય : ભાજપના બે જૂથ વચ્ચે લેટરવોરમાં પ્રકાશમાં આવ્યું કૌભાંડ : ‘સિંહ’ના કૌભાંડની સવારીની થશે તપાસ?

રાજકોટના ગોકુલનગર અને મંછાનગરમાં ઓરડી કૌભાંડ અને સરકારી જમીનો પર ગેરકાયદે દબાણના કૌભાંડો ગાજી રહ્યા છે ત્યારે રાજકોટની હદમાં આવેલા કોઠારીયા વિસ્તારમાં સરકારી જમીનોમાં દુકાનો, ઓરડીઓ અને ગેરકાયદે બાંધકામનું એક મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. ભાજપના બે જૂથમાં શરૂ થયેલું પત્રિકાકાંડના પગલે ભાજપના નેતાની સંડોવણી ધરાવતું કૌભાંડ ‘અગ્ર ગુજરાત’ની તપાસમાં પ્રકાશમાં આવ્યું છે.

Contents
સરકારી ખરાબાની જમીનો પર દુકાનો, હોટલ, કારખાનાઓ અને ઓરડીઓ ખડકી દેવાય છેઆ વિસ્તારના ભાજપના અગ્રણી તરફ શંકાની સોય : ભાજપના બે જૂથ વચ્ચે લેટરવોરમાં પ્રકાશમાં આવ્યું કૌભાંડ : ‘સિંહ’ના કૌભાંડની સવારીની થશે તપાસ?‘પેનલ’માં સંપ નહી, ભાગબટાઇમાં બહાર આવ્યું કૌભાંડકોઠારિયામાં આ એક નહીં આવા તો અનેક કૌભાંડ?પાનની દુકાનની પાછળ પણ સરકારી જમીન ‘ગાયબ’બાંધકામ કૌભાંડના ૫૦ મીટરના અંતરમાં જ કાર્યાલય

શહેરના વોર્ડ નં.૧૮માં કોઠારિયા રોડ પર ભાજપના એક નેતાએ સરકારી જમીનમા બાંધકામ કૌભાંડ કર્યાની એક પત્રિકા ફરતી થઇ છે. આ અંગે ‘અગ્ર ગુજરાત’ દ્વારા છાનબીન કરવામા આવતા પુરાવા સાથે હચમચાવી જતો ઘટસ્ફોટ થયો છે. કોઠારિયા ચોકડીથી રણુજા મંદિર તરફ મનપાના પાણીના ટાંકા સામે હરીદર્શન કોમ્પ્લેક્સની બાજુમાં સરકારી ખરાબાની જગ્યામાં એક..બે.. નહીં પણ એકસાથે સાતથી આઠ દુકાન અને એક હોટલ ભાજપના આ નેતાએ ખડકી દીધી હોવાનું સામે આવ્યું છે. ભાજપના નેતાએ તેની પહેલી ‘ટર્મ’માં જ સરકારી જ મીન પચાવી પાડવી, તેના ઉપર બાંધકામ ખડકીને વહેંચી દેવા, ગેરકાયદે ઓરડી-મકાન કે દુકાન ભાડે આપી હજારો નહી, લાખો નહીં પણ કરોડ રૂપિયાની કમાણી કરવી, સુચિત જગ્યામાં બાંધકામ કરવા, બાંધકામ થતા હોય ત્યા મસમોટી ‘પ્રોટેકશન મની’ના ઉઘરાણા કરવા સહિત અનેક કરતૂતોની ‘પ્રેકટિસ’ ધમધકોર ચાલતી હોવાની વાત પણ સામે આવી છે.

‘પેનલ’માં સંપ નહી, ભાગબટાઇમાં બહાર આવ્યું કૌભાંડ

એવુ કહેવાય છે કે, વોર્ડ નં.૧૮માં ભાજપના ચાર નેતાની પેનલમાં સંપ નથી. ક્યારેય એકસાથે બેઠાં નથી. તાજેતરમાં યોજાયેલી પદયાત્રામાં પણ બે નેતા હાજર હતા અને બે નેતા ગેરહાજર હતા. ચારેય વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભાગબટાઇને લઇને ચાલતા સામસામે પાડી દેવાના રાજકારણમાં આ જમીન કૌભાંડ બહાર આવ્યુ છે.

કોઠારિયામાં આ એક નહીં આવા તો અનેક કૌભાંડ?

રણુજા મંદિરથી કોઠારિયા ચોકડી મેઇન રોડ પરનું આ એક જ સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ નથી. આવા તો અનેક કૌભાંડો હોવાની એક વાત બહાર આવી છે. તિરુપતિ, શ્રમજીવી, કોઠારિયા ગામતળ, રણુજામંદિર પાછળ, શિતળાધાર સહિતના વિસ્તારોમાં તો સરનામા સાથેના બાંધકામ કૌભાંડ થયા હોવાનો ઇશારો ‘પત્રિકા બોમ્બ’માં વિસ્ફોટ થયો છે.

પાનની દુકાનની પાછળ પણ સરકારી જમીન ‘ગાયબ’

પહેલા કપડાનો શો-રૂમ, પછી જમવા માટેની હોટલ ખડકાઇ

મેઇન રોડ પર સરકારી ખરાબાની જમીનમાં સાતથી આઠ દુકાન ઉપરાંત પાનની દુકાનની પાછળ પણ સરકારી જગ્યા ગાયબ થઇ ગઇ છે. આ જગ્યામાં પહેલા કપડાનો શો-રૂમ ખડકાયો અને પછી જમવા માટેની હોટલ ઉભી થઇ ગઇ હતી.

બાંધકામ કૌભાંડના ૫૦ મીટરના અંતરમાં જ કાર્યાલય

જે જગ્યાએ સરકારી જગ્યા પર બાંધકામ કૌભાંડ ખડકાઇ ગયુ છે તેના ૫૦ મીટરના અંતરમાં જ વોર્ડ નં.૧૮નું ભાજપ કાર્યાલય આવ્યું છે. ભાજપનું બોર્ડ પણ લગાવેલુ છે. આમછતાં સરકારી જમીન ભૂ-માફિયા હજમ કરી ગયા હોવાનું ધ્યાનમાં આવ્યુ ન આવે એ બાબત માનવામા ન આવે.

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત
ગુજરાત

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

Editor By Editor 8 hours ago
ગોંડલના ખીમોરી તળાવમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
 ડિગ્રી-ડિપ્લોમાં ફાર્મસીના પ્રવેશ માટેની યાદી જાહેર, ૧3૪૬૧ વિદ્યાર્થીઓ મેરીટમાં
વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી
​બ્રહ્માકુમારીઝ દ્વારા સમસ્ત ગુજરાતમાં એક સાથે  ‘વોક ફોર પીસ એન્ડ યોગા’ કાર્યક્રમ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?