- ભરૂચમાં ડુપ્લીકેટ કપાસીયા તેલનો જથ્થો ઝડપાયો
- પોલીસે નકલી કપાસિયા તેલના કુલ 25 ડબ્બા કર્યા જપ્ત
- પોલીસે હુસેન હનીફ મેમણ નામના શખ્સની કરી ધરપકડ
નકલી ઘી , નકલી શેમ્પુ , નકલી પનીર અને હવે શું નકલી તેલ પણ બજારોમાં વેચવાની શરૂઆત થઈ ગયું છે. ભરૂચ શહેરમાં ચોખ્ખી વસ્તુ શહેરીજનોને મળશે કે નહિ તે સવાલ હવે દરેક લોકો કરી રહ્યા છે. કેમ કે, છેલ્લા ઘણા સમયથી શહેરમાં ડુપ્લિકેટ વસ્તુઓ અને ભેળસેળ યુક્ત પદાર્થો બનાવવાની ફેક્ટરીઓ ધમધમતી થઈ ગઈ છે, ત્યારે ભરૂચમાં આવેલા મનુબર ચોકડી પાસે એક દુકાનમાંથી ખાદ્યતેલનો જથ્થો ઝડપાયો છે.
મળતી માહિતી મુજબ, ભરૂચના મનુબર ચોકડી પાસે આવેલ રહેમત ટ્રેડર્સ નામની દુકાનમાંથી ખાદ્યતેલનો જથ્થો ઝડપાયો છે. ભરૂચ બી ડિવિઝન પોલીસે દુકાનમાંથી ભેળસેળ યુક્ત નકલી કપાસિયા તેલના કુલ 25 ડબ્બા ઝડપ્યા છે. આ સાથે પોલીસે હુસેન હનીફ મેમણ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે નકલી ખાદ્યતેલનાડબ્બા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ સુરતમાં લીંબાયત વિસ્તારમાં અલગ અલગ આઠ દુકાનોમાં તેલના ડબ્બા પર લેબલ અને બુચની કોપી કરી બજારમાં કોપી રાઈટ લેબલ વાળું તેલ વેચવાનું કોભાંડ સામે આવ્યું હતું. પોલીસે રેડ દરમ્યાન એન.કે.પ્રોટિન્સ પ્રાઈવેટ લીમીટેડ તિરુપતિ કપાસિયા તેલના કુલ 54 ડબ્બા કબજે કર્યા છે. આ સમગ્ર મામલે વેપારી એસોસિએશને પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી રેડ દરમિયાન વેપારી એસોસિએશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. રેડ દરમ્યાન અલગ અલગ બ્રાન્ડ ના 250 સ્ટીકર મળી આવ્યા સાથે જ ડુપ્લીકેટ તેલના ડબ્બા પર લગાવવામાં આવતા ઢાંકણા અને તેની 250 કેપ્સ્યુલ મળી આવ્યા હતા.


