- વિર્ધાથીઓ પરીક્ષા આપવા જાય છે તો પેપરલીક થાય છે : પ્રિયંકા ગાંધી
- કોગ્રેસ આવશે તો ખેતીના સામના પરથી GST હટાવીશુ : પ્રિયંકા ગાંધી
- ક્ષત્રિય મહિલાઓનુ અપમાન થયુ : પ્રિયંકા ગાંધી
તેઓ મારા ભાઈને શેહજાદા કહે છે : પ્રિયંકા ગાંધી
તેઓ મારા ભાઈને શેહજાદા કહે છે, હુ તેઓને કહેવા માગું છું કે, આ જ શેહજાદા 4 હજાર કિલોમીટર સુધી પદયાત્રા કરી છે, કન્યાકુમારીથી કાશ્મિર સુધી લોકોની સમસ્યાઓને સાંભળવા માટે પદયાત્રા કરી છે
મોદીજી ગુજરાતને ભૂલી ગયા છે : પ્રિયંકા ગાંધી
મોદીજી ગુજરાત છોડી વારાણસીથી જ કેમ લડે છે ચૂંટણી? ગુજરાતમાં કેમ ચૂંટણી નથી લડતા. તમારા સમર્થનથી જ તેઓને સન્માન મળ્યું તેઓ વડાપ્રધાન બન્યા હતા. પણ હવે તેઓ તમને ભુલી ગયા છે.
મોદીને શહેનશાહ કહ્યાં : પ્રિયંકા ગાંધી
એક બાજુ તમારા શહેનશાહ નરેન્દ્ર મોદીજી. જેઓ મહેલોમાં રહે છે. તેનો ચહેરો જોયો છે એક ડાગ નથી ચહેરા પર. તેઓ કેમ સમજી શકશે તમારી સમસ્યાઓને. આજે તમામ જગ્યાએ મોંઘવારી છે, તેલ, સબજી, પેટ્રોલ-ડિઝલ તમામ જગ્યાએ મોંઘવારી છે.
ખેતીના તમામ સામાન પર GST : પ્રિયંકા ગાંધી
તમે કોઈ પણ વસ્તુઓ ખરીદો તો તેની સામે તમારે જીએસટી ચૂકવવુ પડતુ હોય છે,ત્યારે અમારી સરકાર આવશે તો ખેડૂતો જે સામાનની ખરીદી કરે છે તેની પરથી જીએસટી હટાવી લઈશું
ભાજપની સરકારમાં 10 વર્ષમાં 14 પેપર લીક થયુ : પ્રિયંકા ગાંધી
ગુજરાતમાં હાલ ભાજપની સરકાર છે,ત્યારે 10 વર્ષની અંદર સરકારી પરીક્ષાના 14 પેપર લીક થયા છે,વિધાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે,જનતા બધુ જાણે છે,અને વિધાર્થીઓ પણ જાણે છે.
કોગ્રેસની સરકાર આવશે તો 20 લાખ જગ્યા ભરવાની ગેરંટી : પ્રિયંકા ગાંધી
દેશમાં યુવાનો બેરોજગાર છે,ઘણા યુવાનોને નોકરીઓ મળી નથી,કેન્દ્રસરકારમાં 30 લાખ જગ્યાઓ ખાલી પડી છે,અમારી સરકાર આવશે તો અમે 20 લાખ જગ્યા ભરીશુ અને રોજગારી આપીશું.
રૂપાલાએ રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન કર્યું : પ્રિયંકા ગાંધી
રાજપૂત સમાજની મહિલાઓને કેવું અપમાન થયું છે, પણ મોદીજીએ શું તેને હટાવ્યાં? તમારી માંગ ખાલી તે ઉમેદવારને હટાવવાની હતી, પણ તેમને ન હટાવ્યાં. હું વચન આપું છું કે જો અમારી સરકાર બની તો દેશભરમાં અમે તમારી વાતને રજૂ કરીશું અને આ પ્રકારનું અપમાન અમે નહીં થવા દઈએ.
ઓલિમ્પિકમાં મેડલ જીતનારી મહિલાઓની મદદ ન કરી : પ્રિયંકા ગાંધી
જ્યા જ્યા મહિલાઓનું અપમાન થયું છે, ત્યા ત્યા મોદી સરકારે જેઓએ મહિલાઓનું અપમાન કર્યું છે અત્યાચાર કર્યા છે તેઓનો સાથ આપ્યો છે. ઓલિમ્પિકમાં મહિલાઓ મેડલ લઈને આવી ત્યારે મોદીજીએ તેઓની સાથે ફોટા પાડયા પણ જ્યારે તે મહિલાઓ સાથે અત્યાચાર થયા હતા અને તેઓ રોડ પર ઉતરી હતી ત્યારે મોદીજીએ તેઓની મદદ કરી ન હતી.
બંધારણથી પ્રજાને અધિકાર મળે છે : પ્રિયંકા ગાંધી
બંધારણથી પ્રજાને અધિકાર મળે છે, અનામત પણ બંધારણે જ આપ્યું છે, કોઈ નેતા સામે સવાલો ઉઠાવવા માગો છો તો તેનો અધિકાર પણ બંધારણે આપણે આપ્યો છે.
દુનિયાની સૌથી મોટી હસ્તીઓ ગુજરાતે આપી : પ્રિયંકા ગાંધી
દુનિયાની સૌથી મોટી હસ્તીઓ ગુજરાતે આપી છે ભાજપના નેતાઓ કહ્યું હતું કે, જો ભાજપ ફરી જીતશે તો સંવિધાન બદલી નાખીશું.


