- ભાજપ દ્વારા અંતિમ તબક્કાનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
- બારડોલીમાં હજારો કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા
- ધારાસભ્ય ઈશ્વર પરમારે બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું
લોકસભાની ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ભાજપ દ્વારા છેલ્લી ઘડીઓના પ્રચારમાં લાગી ગયું છે. જેના ભાગરૂપે આજે બારડોલી 23 લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા માટે 169 વિધાનસભા મત વિસ્તારમાં બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે, બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર પ્રભુ વસાવા માટે 169 વિધાનસભા મત વિસ્તાર બારડોલી નગરમાં યુવા ભાજપ મોરચાના નેજા હેઠળ વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય સંકલ્પ બાઈક રેલી બારડોલી નગરના ગાંધી રોડથી શરૂ થઈ હતી.

ધારાસભ્ય ઈશ્વર પરમારે બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વિજય સંકલ્પ બાઈક રેલીમાં નગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવક તેમજ યુવા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલીનો મુખ્ય ઉદેશ ભાજપ તરફી વધુ મતદાન થાય અને લોકો વધુમાં વધુ મતદાન કરે તેવો સંદેશ આપવાનો હતો. સાથે સાથે, આ વિજય સંકલ્પ બાઈક રેલી દ્વારા ભાજપના કાર્યોને જન જન સુધી પોંહચાડવાનો એક અનોખો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ બાઈક રેલી બારડોલી નગરના મુખ્ય માર્ગ પરથી પ્રસાર થઈ અલંકાર ટોકીઝ ખાતે સમાપન કરવા આવી હતી.


