- અમદાવાદમાં 7 મે ના રોજ 42 ડિગ્રી નોંધાશે તાપમાન
- ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી રહી શકે છે તાપમાન
- સૌરાષ્ટ્ર, કચ્છ, દિવમાં કોસ્ટલ એરિયામાં હિટવેવની આગાહી
હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. જેમાં મતદાન સમયે અમદાવાદમાં આકરી ગરમી પડશે. તેમાં અમદાવાદમાં 7 મે ના રોજ 42 ડિગ્રી તાપમાન નોંધાશે. જેમાં ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. તથા ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી જેટલું તાપમાન વધશે.
સૌરાષ્ટ્ર, કચ્છ, દિવમાં કોસ્ટલ એરિયામાં હિટવેવની આગાહી
સૌરાષ્ટ્ર, કચ્છ, દિવમાં કોસ્ટલ એરિયામાં હિટવેવની આગાહી છે. તેમજ સુરતમાં પણ હિટવેવની આગાહી છે. આવતીકાલથી દિવમાં 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમાં 6 અને 7 મે ના રોજ પોરબંદર અને ભાવનગરમાં હિટવેવ રહેશે. તેમજ 7 મે ના રોજ અમદાવાદ અને ગાંધીનગર 42 ડિગ્રી તાપમાન રહેશે. 7 મે ના રોજ દિવ કોસ્ટલ એરિયામાં પોરબંદર, ભાવનગરમાં હિટવેવની આગાહી છે.
સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વાદળ છાયુ વાતાવરણ રહેશે
સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વાદળ છાયુ વાતાવરણ રહેશે. અમદાવાદમાં 40.8 ડિગ્રી, રાજકોટમાં 40.9 ડિગ્રી તેમજ સુરતમાં 40.6 ડિગ્રી, ભાવનગરમાં 40.4 ડિગ્રી તાપમાન છે. તથા અમદાવાદમાં 40.8 ડિગ્રી, ગાંધીનગર 37.8 ડિગ્રી તથા વલ્લભ વિદ્યાનગર 41.5 ડિગ્રી તાપમાન તથા વડોદરા 41.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી અને ભાવનગરમાં 40.4 ડિગ્રી તથા રાજકોટમાં 40.9 ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે. તેમજ સુરતમાં 40.6 ડિગ્રી, ડીસા 37.3 ડિગ્રી, ભુજ 39.3 ડિગ્રી તથા કંડલા 39.2 ડિગ્રી અને મહુવા 39.4 ડિગ્રી તથા કેશોદ 39.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. આવતીકાલથી રાજ્યમાં તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી છે.


