- 07-અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગનો કંટ્રોલ રૂમ કાર્યરત
- મતદારો માટે કન્ટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે
- ચૂંટણી સબંધિત 079-29611665 પર કરી શકશો ફરિયાદ
7 મે ના રોજ યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં સુચારૂ પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. તેવામાં 7-અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ દ્વારા આ લોકસભા મતદાર વિભાગ માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે અને તેના સંપર્ક કરવા માટે ટેલિફોન નંબર પણ જાહેર કરાયો છે.
મળતી માહિતી મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિધાનસભા મતવિભાગ કક્ષાએ નાગરિકો, મતદારો, રાજકીય પક્ષો, ઉમેદવારો વગેરે દ્વારા મળતી ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવાનો રહે છે. ચૂંટણી સબંધિત કરિયાદ નિવારણ માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સજ્જ થયું છે.
ચૂંટણી સબંધિત ફરિયાદના નિવારણ માટે ચૂંટણી અધિકારી, 7-અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ દ્વારા આ લોકસભા મતદાર વિભાગ માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે અને તેના સંપર્ક કરવા માટે ટેલિફોન નંબર પણ જાહેર કરાયો છે. 7-અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગના કંટ્રોલ રૂમનો ટેલિફોન નંબર- 079-29611665 છે, જેના ઉપર ચૂંટણી અધિકારીશ્રીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી શકાશે. ચૂંટણી સબંધિત કરિયાદ નિવારણ માટે આ કન્ટ્રોલ રૂમ અને ટેલિફોન નંબર રાઉન્ડ ધી કલોક કાર્યરત રહેશે,


