- રાજકોટ-અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ
- અમરેલીમાં મતદાન પૂર્ણ થયા બાદ વરસાદની એન્ટ્રી
- કેરી સહિત ઉનાળું પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ
હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે રાજ્યમાં કેટલાક સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યો છે. મતદાન પૂરું થયા બાદ રાજકોટ અને અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટના વિછીયા કરા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અમરેલીના ગોખરવાળા, દેવળીયા આસપાસના ગામો હાઇવે ઉપર વરસાદ પડ્યો હતો. થોડીવાર ધોધમાર વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમી માંથી રાહત મળી હતી. તો બીજી તરફ ભારે પવન સાથે કમોસમી વરસાદ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરીના પાક સહિત ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાય રહી છે.
મળતી માહિતી મુજબ, હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે રાજ્યમાં કેટલાક સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યો છે. મતદાન પૂરું થયા બાદ રાજકોટ અને અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટના વિછીયા ભારે પવન વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
અમરેલીમાં મતદાન પૂર્ણ થયા બાદ વરસાદની એન્ટ્રી
અમરેલીમાં મતદાન પૂર્ણ થયા બાદ વરસાદની એન્ટ્રી થતાં અસહ્ય ગરમી માંથી લોકોને રાહત મળી હતી. અમરેલીના ગોખરવાળા, દેવળીયા આસપાસના ગામો હાઇવે ઉપર વરસાદ પડ્યો હતો. થોડીવાર ધોધમાર વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમી માંથી રાહત મળી હતી. ભારે પવન વચ્ચે વરસાદ પડતાં વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. ભારે પવન સાથે કમોસમી વરસાદ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાય રહી છે.
રાજકોટના વીંછીયામાં કરા સાથે કમોસમી વરસાદ
હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે રાજ્યમાં કેટલાક સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને અમરેલી અને રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટના વીંછીયામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. રાજકોટના વીંછીયા, થોરિયાળી,પીપરડી,સનાળી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે કમોસમી વરસાદ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાય રહી છે.
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોમધખતા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં લોકોને ઉકળાટથી થોડી રાહત મળી છે. મોડાસાના ટીંટોઈ પંથકમાં પણ વરસાદ છે. મોડાસા શામળાજી હાઈવે પર વરસાદ છે. વરસાદ પડતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, વિઝિબીલિટી ઘટતાં લોકો હેડ લાઇટ શરૂ કરીને વાહન ચલાવતાં જોવા મળ્યા હતા.
બનાસકાંઠામાં અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો
બનાસકાંઠામાં અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ હળવો વરસાદ પડ્યો હતો. ગરમીની આગાહી વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી. મતદાનના દિવસે હવામાન વિભાગે ભારે ગરમી અને ઉકળાટની આગાહી હતી.
હવામાને શું કરી હતી આગાહી?
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે હીટ વેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ હીટવેવ રહેશે. દરિયાઈ વિસ્તારમાં હીટ વેવની આગાહી છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ દાદરા નગર હવેલી, વલસાડમાં હીટ વેવની આગાહી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના કહેવા મુજબ, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે હળવા વરસાદની સંભાવનાઓ કેટલાક વિસ્તારો માટે વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાત માટે વ્યક્ત કરાઈ રહી છે. આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં રહેવાની સંભાવનાઓ છે. મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી.


