આરોગ્યની ટીમ દ્વારા સ્થળ ઉપર જ સારવાર આપય
રાજકોટ સહિત સૌરાસ્ટ્રમાં લોકસભા ચુંટણીમાં સ્ટાફ અને લોકોની તબિયત લથડી હતી જેમાં એક મહિલા અધિકારીનું હાર્ટએટેકથી મોત થયું હતું જ્યારે 230 જેટલા મતદારોની તબિયત લથડી હતી. આ તામામને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી.
મળતી વિગત મુજબ મોરબીના રાવપરમાં પોલિંગ કર્મીની તબિયત બગડતા તેમણે સારવારમાં ખસેડાયા હતા તેમજ પોરબંદરમાં ભારે બાફારાના લીધે 230 મતદાતાઓની તબીયત લથડતા તેમને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી કેશોદના મેસવાણ ગામના મતદાન બુથ પરના ઓફિસરની તબીયત નાજુક થતાં તેમને કેશોદ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઉપરાંત મોરબીમાં 6 કર્મચારીની તબિયત લથડી હતી. મુળી તાલુકાના ગોદાવરી શાળાના શિક્ષકને હાર્ટની તકલીફ થતાં તેમને ધ્રગધ્રાની ખાનગી હોસ્પિટલમાં એડમિત કરવાંમાં આવ્યા હતા. તેમજ પોરબંદરમાં ભરે ગરમીના લીધે મત આપવા આવેલા 230 થી વધારે લોકોની તબિયત લથડતા તેમને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી. હિટવેવની આગાહીના કારણે તંત્ર દવારા મતદાન બુથ ઉપર જ આરોગ્યની ટીમો તૈનાત કરવામાં આવી હતી.


