By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    6 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 week ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: સારવારના નામે દર્દીની છાતીમાં ઘૂસ્યો એક ફૂટ લાંબો વાયર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

સારવારના નામે દર્દીની છાતીમાં ઘૂસ્યો એક ફૂટ લાંબો વાયર

Editor
Last updated: 2026/11/26 at 6:12 PM
3 minutes ago
Share
સારવારના નામે દર્દીની છાતીમાં ઘૂસ્યો એક ફૂટ લાંબો વાયર
SHARE

રાજકોટની સરકારી હોસ્પિટલના વિવાદમાં અગ્ર ગુજરાત ફરી અગ્રેસર

સારવારના નામે દર્દીની છાતીમાં ઘૂસ્યો એક ફૂટ લાંબો વાયર

8થી 10 વખત હાથમાં પંચર માર્યા છતાં વેન ન મળતાં ગળામાંથી સેન્ટ્રલ લાઇન નાખવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો ખુલાસો : વાયર બીજી જગ્યાએ જતાં પાંસળી પાસે ફસાયો

સિવિલ સર્જન ડોડીયાએ સ્વીકારી પ્રક્રિયામાં કોમ્પ્લિકેશન થયાની વાત, બેદરકારી છે કે નહીં તેની તપાસની ખાતરી આપી

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની સરકારી હોસ્પિટલ ફરી એક વખત વિવાદના કેન્દ્રમાં આવી છે. સારવાર માટે આવેલા સિનિયર સિટીઝન દર્દીના શરીરમાં એક ફૂટ જેટલો વાયર ફસાઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ હવે હોસ્પિટલના સિવિલ સર્જનનું નિવેદન પણ સામે આવ્યું છે. દર્દીના પુત્રએ 8થી 10 વખત હાથમાં પંચર મારવા છતાં વેન નહીં મળતાં છાતીના ભાગે હોલ કરીને વાયર નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે સિવિલ સર્જન ડો. ડોડીયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, હાથમાં નસ નહીં મળતાં ગળામાંથી સેન્ટ્રલ લાઇન નાખવાની પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ પ્રક્રિયા દરમિયાન વાયર બીજી જગ્યાએ જતાં દર્દીને પીડા સહન કરવી પડી હતી. આ ઘટનામાં ડોક્ટર કે મેડિકલ સ્ટાફની કોઈ બેદરકારી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે અને બેદરકારી જણાશે તો પગલાં લેવાશે તેવી ખાતરી પણ આપી છે.આમ અગ્ર ગુજરાત દ્વારા આ સમગ્ર ઘટનાને ઉજાગર કરવામાં આવી હતી અને હોસ્પિટલ તંત્રને પગલા લેવાની ફરજ પડી છે, સાથે દર્દીને પણ ન્યાય મળ્યો છે, આમ અગ્ર ગુજરાત ફરી એક કદમ આગળ રહ્યું છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં દર્દીની સુરક્ષા સામે સવાલો ઊભા કરતી આ ઘટના અંગે મળતી વિગતો મુજબ રાજકોટના સોરઠીયાવાડી વિસ્તારમાં રહેતા અને એસટી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સિનિયર સિટીઝન દિલીપભાઈ બારોટને શરીરમાં ગાંઠના કારણે દુખાવો ઉપડતાં તેમના પુત્ર સંજય બારોટ તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. તબીબી તપાસ બાદ ગાંઠનું ઓપરેશન કરવાનું નક્કી થતાં તેમને સર્જિકલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન દિલીપભાઈને બાટલો ચડાવવાની જરૂરિયાત ઊભી થતાં તબીબો દ્વારા હાથમાં નસ શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પુત્ર સંજય બારોટના જણાવ્યા મુજબ અંદાજે 8થી 10 વખત હાથમાં પંચર મારવા છતાં નસ મળી નહોતી. ત્યારબાદ દર્દીના શરીરમાં સેન્ટ્રલ લાઇન નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન જ દર્દીના શરીરમાં વાયર બીજી જગ્યાએ જતો રહ્યો હોવાનો અને પાંસળીના ભાગે ગૂંચળાઈને ફસાઈ ગયો હોવાનો આક્ષેપ છે.
દર્દીના પુત્રના જણાવ્યા મુજબ એક્સ-રેમાં પણ પાંસળી પાસે વાયર ગૂંચળાયેલી સ્થિતિમાં દેખાયો છે. વાયર બહાર કાઢવાના પ્રયાસો સફળ ન થતાં હવે ઓપરેશન કરવાની સ્થિતિ ઊભી થઈ છે. રાજકોટમાં આ ઓપરેશન શક્ય ન હોવાનું જણાવી તબીબોએ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. જોકે પિતાના શરીરમાં વાયર ફસાયેલો હોય ત્યારે રસ્તામાં કોઈ અઘટિત ઘટના બને તો જવાબદારી કોની તેવો સવાલ પુત્રે ઉઠાવ્યો હતો.
આ સમગ્ર મામલે સિવિલ સર્જન ડો. ડોડીયાએ જણાવ્યું હતું કે, સર્જિકલ વિભાગમાં દર્દી સાથે આવી ઘટના બની હોવાના સમાચાર મળ્યા છે. દર્દી લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા અને સારવાર માટે દાખલ થયા હતા. તેમને બાટલો ચડાવવા માટે નસ શોધવામાં આવી હતી, પરંતુ નસ નહીં મળતાં શરીરમાં મુખ્ય નસ સુધી પહોંચવા માટે ગળામાંથી સેન્ટ્રલ લાઇન નાખવાની પ્રક્રિયા એટલે કે વાયરિંગ પદ્ધતિ અપનાવવામાં આવી હતી.
ડો. ડોડીયાના જણાવ્યા મુજબ આવી અનેક તબીબી પ્રક્રિયાઓમાં કોમ્પ્લિકેશન રહેતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયર બીજી જગ્યાએ જતો રહ્યો હતો, જેના કારણે દર્દીને પીડા અને દુઃખમાંથી પસાર થવું પડ્યું છે. દર્દીને થયેલી તકલીફ બદલ સમગ્ર તબીબી ટીમને ખેદ છે. ડોક્ટર ક્યારેય દર્દીનું ખરાબ થાય તેવું ઇચ્છતા નથી, પરંતુ આ ઘટનામાં ડોક્ટરની કોઈ ખામી છે કે મેડિકલ સ્ટાફની બેદરકારી છે કે કેમ તે તપાસનો વિષય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે સ્થાનિક કાર્ડિયોવાસ્ક્યુલર ડોક્ટરની પણ સલાહ લેવામાં આવી હતી. તેમણે પણ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલનો અભિપ્રાય લેવાની અને દર્દીને ત્યાં શિફ્ટ કરવાની સલાહ આપી હતી. હાલ આ સમગ્ર ઘટનામાં કોના તરફથી બેદરકારી દાખવવામાં આવી છે તેની તપાસ કરવામાં આવશે અને તપાસમાં કોઈની બેદરકારી સામે આવશે તો જરૂરી પગલાં લેવામાં આવશે.
સિવિલ સર્જને વાયર ખોટી જગ્યાએ જતો રહ્યો હોવાનું સ્વીકાર્યું છે અને પ્રક્રિયામાં કોમ્પ્લિકેશન થયું હોવાનું પણ જણાવ્યું છે. આમ છતાં આટલી ગંભીર ઘટના બાદ જવાબદારી કોની છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીજી તરફ દર્દીના પુત્રના આક્ષેપો અને હોસ્પિટલના સત્તાવાર નિવેદન વચ્ચે અનેક સવાલો ઊભા થયા છે. દર્દીના શરીરમાં વાયર કઈ રીતે અને કેટલી ઊંડાઈ સુધી ગયો? પ્રક્રિયા દરમિયાન જરૂરી તકેદારી રાખવામાં આવી હતી કે નહીં? વાયર ફસાયા બાદ તાત્કાલિક યોગ્ય સારવાર કેમ ન મળી? અને દર્દીને અમદાવાદ ખસેડવાની સલાહ આપતાં પહેલાં તેમની સુરક્ષાની શું વ્યવસ્થા કરવામાં આવી હતી? આ સવાલોના જવાબ તપાસ બાદ જ બહાર આવશે. જોકે દર્દીની જિંદગી સાથે જોડાયેલા આ ગંભીર મામલે માત્ર કોમ્પ્લિકેશન ગણાવી દેવાને બદલે સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારી નક્કી થાય તે જરૂરી છે. સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને વિશ્વાસ મળવો જોઈએ, જોખમ નહીં.

8થી 10 પંચર છતાં નસ ન મળી
બાટલો ચડાવવા માટે દર્દીના હાથમાં વારંવાર ઇન્જેક્શન મારવામાં આવ્યાં હોવાનો પુત્રનો આક્ષેપ. 8થી 10 પ્રયાસ છતાં નસ નહીં મળતાં ગળામાંથી સેન્ટ્રલ લાઇન નાખવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

વાયર બીજી જગ્યાએ જતાં પાંસળી પાસે ફસાયો
સેન્ટ્રલ લાઇન નાખવાની પ્રક્રિયા દરમિયાન વાયર બીજી જગ્યાએ જતો રહ્યો હોવાનો સિવિલ સર્જનનો સ્વીકાર. પુત્રના જણાવ્યા મુજબ એક્સ-રેમાં પાંસળી પાસે વાયર ગૂંચળાયેલી હાલતમાં દેખાયો છે.

અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવાની સલાહ
વાયર બહાર કાઢવા ઓપરેશનની જરૂરિયાત ઊભી થતાં અમદાવાદ શિફ્ટ થવાની સલાહ અપાઈ હતી. સ્થાનિક કાર્ડિયોવાસ્ક્યુલર ડોક્ટરની પણ યુ.એન. મહેતા હોસ્પિટલનો અભિપ્રાય લેવાની સલાહ હોવાનું સિવિલ સર્જને જણાવ્યું.

સિવિલ સર્જનની તપાસની ખાતરી, બેદરકારી હશે તો પગલાં
ડો. ડોડીયાએ વાયરિંગ પ્રક્રિયામાં કોમ્પ્લિકેશન થયાનું સ્વીકાર્યું હતું. ડોક્ટર કે મેડિકલ સ્ટાફની કોઈ બેદરકારી છે કે કેમ તેની તપાસ કરાશે અને દોષિત જણાશે તો પગલાં લેવાશે તેવી ખાતરી આપી હતી.

You Might Also Like

જંગલેશ્વરમાં દોસ્તી ગેંગના આશ્રયસ્થાનો બન્યા ન્યુસન્સ પોઇન્ટ!

ગુજરાતની 2027ની ચૂંટણી પાછળ રૂ.500 કરોડથી વધુનું આંધણ.?

399 શાળા-કોલેજને ફાયર સેફ્ટીની નોટિસ બાદ આજથી તંત્રનું મેગા ચેકિંગ

મનપાની TP શાખામાં ઉથલપાથલ: ઇસ્ટ-વેસ્ટના બે TPOની સામસામે બદલી

દિવાળી વેકેશન પૂર્ણ: શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો ઉમંગભેર શુભારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 નર્મદા તટે સ્થિત શ્રી નીલકંઠધામ, પોઈચાને ‘વર્લ્ડ અમેઝિંગ પ્લેસ’નું આંતરરાષ્ટ્રીય સન્માન
ગુજરાતરાજકોટ

 નર્મદા તટે સ્થિત શ્રી નીલકંઠધામ, પોઈચાને ‘વર્લ્ડ અમેઝિંગ પ્લેસ’નું આંતરરાષ્ટ્રીય સન્માન

Editor By Editor 2 hours ago
 ડુંગળીની મબલખ આવક, ભાવમાં રૂ.૧૫૦નું ગાબડુ પડતાં ખેડૂતો ચિંતાતુર
 શેરબજારમાં ભૂકંપ, સેન્સેકસ-નિફટી ઊંધા માથે
વેરાવળમાં મોટા ભાઈની હત્યા કરનાર નાના ભાઈની ધરપકડ
ઇન્સ્ટાગ્રામની મહિલા મિત્રના બ્લેકમેઇલિંગથી કંટાળી યુવકે ઝેર પીધું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?