સપ્તાહની શરૂઆતમાં જ મોટો ઝટકો
શેરબજારમાં ભૂકંપ, સેન્સેકસ-નિફટી ઊંધા માથે
સેન્સેકસ ૧૧૦૦થી વધુ અને નિફટીમાં 3૦૦થી વધુ પોઇન્ટનો કડાકો : બજાર ખૂલતાની સાથે ૭૦૦થી વધારે પોઇન્ટના આવેલા ઉછાળા બાદ થયેલો ક્રેશ : રોકાણકારોએ પાંચ લાખ કરોડ ગુમાવ્યા
વૈશ્વિક બજારમાં થયેલા ઘટાડાની ભારતીય બજારોમાં ગંભીર અસર : શેરબજારમાં વેચવાલીનું દબાણ : બેન્કિંગ અને મેટલ શેરોમાં ભારે ઘટાડો
અગ્ર ગુજરાત, મુંબઇ
સપ્તાહની શરૂઆતમાં જ શેરબજારકમાં ભારે કડાકો થયો છે. બજાર ખૂલતાની સાથે ૭૦૦ પોઇન્ટનો ઉછાળો આવ્યા બાદ ૧૦ મિનિટમાં જ બજાર ધડામ દઇને ક્રેશ થઇ હતી અને ૧૦૦૦થી વધારે પોઇન્ટનો કડાકો થયો હતો. જયારે નિફટીમાં પણ 3૦૦ પોઇન્ટનો કડાકો થયો છે. જયારે આજે સોના-ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી છે. જેમાં સોનુ રૂ.૨૭૭૨ અને ચાંદી રૂ.3૮૫૬ મોંઘુ થયું છે.
સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ સોમવાર શેરબજારના રોકાણકારો માટે ‘Black Monday’ સાબિત થઈ રહ્યો છે. જોરદાર તેજી સાથે ઓપનિંગ થયા બાદ અચાનક માર્કેટ ક્રેશ (Stock Market Crash) થઈ ગયું. સેન્સેક્સ-નિફ્ટી એવી રીતે ગગડ્યા કે હાહાકાર મચી ગયો.
શેરબજારની શરૂઆત પર નજર કરીએ તો, 30 શેરવાળો BSEનો સેન્સેક્સ તેના અગાઉના 83,919ના બંધ સ્તરની સરખામણીએ તેજ છલાંગ લગાવીને 84,421 પર ઓપન થયો અને ત્યાર બાદ શરૂઆતની થોડી મિનિટોમાં 743 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે 84,662ના સ્તરે પહોંચી ગયો હતો. પરંતુ ત્યાર બાદ તેના ઘટાડાનો જે સિલસિલો શરૂ થયો, તે બજારમાં કારોબાર આગળ વધવા સાથે સતત વધતો ગયો. સેન્સેક્સ ડે-હાઈથી 1800 પોઈન્ટ ગગડીને 82,862 પર આવી ગયો હતો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા BSE Sensexમાં શરૂઆતના કારોબારમાં 700 પોઈન્ટનો ઉછાળો આવ્યા બાદ બપોરે 1 વાગ્યાની આસપાસ તે ડે-હાઈથી 1800 પોઈન્ટ ગગડી ગયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE Nifty) પણ 500 પોઈન્ટથી વધુ તૂટી ગયો. બજારમાં આવેલા આ ભૂકંપમાં એક ઝાટકામાં રોકાણકારોના રૂપિયા 5 લાખ કરોડથી વધુ સ્વાહા થઈ ગયા.
શેરબજારના ક્રેશને કારણે શેરબજારના રોકાણકારોને થયેલા નુકસાન પર નજર કરીએ તો તે ભારે ભરખમ છે. તેનો અંદાજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન (BSE MCap) પરથી લગાવી શકાય છે. ખરેખરમાં, ગયા અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે બીએસઈ માર્કેટ કેપ લગભગ 515 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું, જે સોમવારે બપોરે 1 વાગ્યે ઘટીને 510 લાખ કરોડ રૂપિયા રહી ગયું. એટલે કે રોકાણકારોના લગભગ 5 લાખ કરોડ રૂપિયા બજારની સુનામીમાં ધોવાઈ ગયા.
નિષ્ણાતો અનુસાર, દુનિયાભરના બજારોમાં થયેલા ઘટાડાની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. મેટલ, બેન્કિંગ અને એનર્જી શેરોમાં વધુ વેચવાલી છે.
શેર બજારમાં આજે ઘટાડો છે. સેન્સેક્સ ૧૦૦૦થી વધુ પોઇન્ટ ઘટીને 83,000ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 300 પોઇન્ટનો ઘટાડો છે. તે 25,500 પર કારોબાર કરી રહ્યો છે. નિષ્ણાતો અનુસાર, દુનિયાભરના બજારોમાં થયેલા ઘટાડાની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. મેટલ, બેન્કિંગ અને એનર્જી શેરોમાં વધુ વેચવાલી છે.
મહાનદી કોલફિલ્ડ્સના IPOનો આજે છેલ્લો દિવસ છે. IPOની પ્રાઇસ બેન્ડ 129થી 136 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેમાં ઓછામાં ઓછા 14,960 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ ઇશ્યૂ દ્વારા કોલ ઇન્ડિયા 10% હિસ્સો વેચીને આશરે ₹9,500 કરોડ ભેગા કરવાની તૈયારીમાં છે. શેરોનું લિસ્ટિંગ 27 નવેમ્બરે થશે.
BSEનો 30 શેરવાળો સેન્સેક્સ અગાઉના 83,919ના બંધ સ્તરની સરખામણીએ 84,421 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે 743 પોઈન્ટ વધીને 84,662ની સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ અચાનક વેચવાલી શરૂ થતાં સેન્સેક્સ 658 પોઈન્ટથી વધુ ગગડીને 83,210ની સપાટીએ પહોંચી ગયો હતો. બીજી તરફ, NSEનો નિફ્ટી પણ 25,929 પર ખુલ્યો હતો અને શરૂઆતમાં 25,992ની સપાટીએ પહોંચ્યો હતો. પરંતુ બજારમાં ઘટાડો શરૂ થતાં નિફ્ટી ગગડીને 25,567 સુધી પહોંચી ગયો હતો.
સવારે 9:38 વાગ્યે સેન્સેક્સ 313.86 પોઈન્ટ એટલે કે 0.37 ટકા ઘટીને 83,605.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50માં 118.10 પોઈન્ટ એટલે કે 0.46 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 25,682.50 પર પહોંચ્યો હતો. દિવસના ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 743.25 પોઈન્ટ વધીને 84,662.96ના સ્તરે પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ તેમાં ૧૦૦૦ પોઈન્ટનો ઘટાડો થઈ 83,210.08 સુધી ગગડ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો તે 192 પોઈન્ટ વધીને 25,992.60 સુધી પહોંચ્યો હતો, પરંતુ બાદમાં 3૦૦ પોઈન્ટ તૂટીને 25,567.30 સુધી આવી ગયો હતો.
AI સેક્ટરમાં વૈશ્વિક સ્તરે સર્જાયેલી અસ્થિરતાને કારણે પરંપરાગત IT કંપનીઓના શેરોમાં ખરીદી જોવા મળી હતી. પરિણામે નિફ્ટી IT ઇન્ડેક્સમાં 1.5 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. જોકે, બેન્કિંગ અને મેટલ સેક્ટરની નબળાઈએ બજારને નીચે ખેંચ્યું હતું. નિફ્ટી મેટલ અને નિફ્ટી PSU બેન્કમાં આશરે 2 ટકા, જ્યારે નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
આજે નિફ્ટી, બેન્ક નિફ્ટી ઉપરાંત નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ, નિફ્ટી FPI 150, નિફ્ટી મિડકેપ સિલેક્ટ અને નિફ્ટી નેક્સ્ટ 50ના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી છે. સાથે જ NSE પર SBI અને વોડાફોન આઇડિયા સહિત 218 શેરોના F&O કોન્ટ્રાક્ટ્સની માસિક અને સાપ્તાહિક એક્સપાયરીને કારણે બજારમાં ભારે હલચલ જોવા મળી રહી છે.
બજારમાં જોખમ અને અસ્થિરતાનો અંદાજ આપતા ઇન્ડિયા VIXમાં પણ તેજી જોવા મળી છે. તે 5.75 ટકા વધીને 18.32 પર પહોંચ્યો હતો. VIX વધે તેનો અર્થ ટૂંકા ગાળામાં બજારમાં વધુ ઉતાર-ચઢાવની શક્યતા છે.
ચાલુ મહિના દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 12 ટકા જેટલી મજબૂત તેજી જોવા મળી હતી, જેના પરિણામે બજાર નોંધપાત્ર ઊંચાઈ પર પહોંચી ગયું હતું. આ તેજીનો લાભ લેવા માટે રોકાણકારોએ ઊંચા મથાળે પોતાનો નફો અંકે કરવાની શરૂઆત કરી હતી. આ પ્રકારે વધેલી નફાવસૂલીના પગલે બજાર પર દબાણ સર્જાયું હતું અને તે શેરબજારમાં આવેલા ઘટાડા પાછળનું એક મુખ્ય પરિબળ બની રહ્યું હતું.
વૈશ્વિક બજારોમાં કડાકાની અસર
અમેરિકા સહિત એશિયાના શેરબજારોમાં નબળાઈને કારણે ભારતીય બજાર પર દબાણ વધ્યું હતું. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 3,000થી વધુ પોઈન્ટ એટલે કે 5 ટકાથી વધુ તૂટ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ પણ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આ વૈશ્વિક સંકેતોને પગલે ભારતીય બજારમાં પણ ભારે અસ્થિરતા જોવા મળી હતી. અચાનક આવેલા આ ઘટાડાથી રોકાણકારોમાં ચિંતા વધી હતી.
ટ્રમ્પની ઈરાનને હુમલાની ધમકીથી બજારમાં ગભરાટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર હુમલાની ધમકી આપતાં વૈશ્વિક બજારોમાં ચિંતા વધી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે જો વાતચીત દ્વારા કોઈ સમજૂતી નહીં થાય તો નવા વર્ષમાં ઈરાન પર ફરી હુમલા શરૂ કરવા અંગે વિચારણા થઈ શકે છે. આ નિવેદનથી બજારમાં અનિશ્ચિતતા અને વેચવાલીનું દબાણ વધ્યું હતું.
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો
સોમવારે વાયદા બજાર ખુલતા જ કડાકાનો થોર થંભી ગયો. માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મહાકડાકાના દોર પર આખરે બ્રેક વાગી છે. નવા સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે બજાર ખુલતાં જ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર રિકવરી અને તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. સોનામાં ₹2772 અને ચાંદીમાં ₹3856 નો મોટો ઉછાળો નોંધાતા બુલિયન બજારમાં ફરી તેજીનો કરંટ જોવા મળ્યો છે.
આજના કારોબારની શરૂઆતથી જ ચાંદીમાં ભારે ખરીદીનું જોર જોવા મળ્યું હતું. શુક્રવારના જૂના બંધ ભાવ 147813 સામે સોમવારે ચાંદી 149053 ના સ્તરે ખૂલી હતી, જે આજનો તેનો નીચલો સ્તર પણ રહ્યો હતો. ત્યારબાદ ભાવ સતત વધીને આજના ઊંચા સ્તર એટલે કે 151669 સુધી પહોંચી ગયા હતા. આમ, ચાંદીમાં કુલ ₹3856 નો મોટો ઉછાળો નોંધાયો છે.
ચાંદીની સાથે-સાથે સોનાના ભાવમાં પણ ઘટાડાનો દોર થંભી ગયો છે. શુક્રવારના જૂના બંધ ભાવ 121778 સામે સોમવારે સોનું 124443 ના ભાવે ખૂલ્યું હતું. કારોબાર દરમિયાન નીચામાં 123806 ના સ્તરે ગયા બાદ સોનું ઉછળીને આજના હાઈ 124550 સુધી પહોંચી ગયું હતું. આમ, સોનામાં કુલ ₹2772 નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
સપ્તાહના પ્રથમ દિવસે જ સોના અને ચાંદીમાં આવેલી આ તેજીને કારણે કડાકાનો સિલસિલો અટક્યો છે અને રોકાણકારો તથા વેપારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છેકે યુએસ ફેડ દ્વારા વ્યાજદરોમાં વધારો કરવાની ચર્ચા વચ્ચે છેલ્લા ઘણા સમયથી બજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી રહી હતી.


