By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    2 hours ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 day ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    2 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    2 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સોનુ ૨૫ ટકા, ચાંદી ૫૯ ટકા તૂટયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

 સોનુ ૨૫ ટકા, ચાંદી ૫૯ ટકા તૂટયું

Editor
Last updated: 2026/11/20 at 3:23 PM
1 hour ago
Share
 સોનુ ૨૫ ટકા, ચાંદી ૫૯ ટકા તૂટયું
SHARE

 બુલિયન બજારમાં સતત પાંચમા દિવસે કડાકો

 સોનુ ૨૫ ટકા, ચાંદી ૫૯ ટકા તૂટયું

 બજાર ખૂલતા જ સોનામાં રૂ.૫૨૧૮ અને ચાંદીમાં રૂ.૯૪૪૮નો કડાકો, ભાવ ગગળતા બજારમાં ખળભળાટ

 ગોલ્ડ રૂ.૧.3૦ લાખ અને સિલ્વર રૂ.૧.૭૨ લાખની સપાટીએ પહોંચ્યો : ભાવમાં સતત ગાબઢડા પડતા ઊંચી કિંમતી ધાતુ ખરીદનાર રોકાણકારો ચિંતિત

 રાજકોટમાં સોનાનો ભાવ રૂ.૧.૨3 લાખે પહોંચ્યો : લગ્ન ગાળામાં ધાતુ સસ્તી થતાં લોકોમાં રાહત

 

અગ્ર ગુજરાત, મુંબઇ

સોના-ચાંદીના MCX માર્કેટમાં આજે ભારે વેચવાલીના દબાણ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં મહાકડાકો બોલી ગયો છે. બજાર ખુલતાં જ સોનામાં 5218 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીમાં 9448 રૂપિયાનો એકઝાટકે કડાકો થતાં બજારમાં ખળભળાટ મચી ગયો છે. આજના કારોબાર દરમિયાન ચાંદી તેના જૂના બંધ ભાવ 157482 સામે ગગડીને 151183 ના સ્તરે ખૂલી હતી, જે આજનો તેનો ઊંચો સ્તર (હાઈ) પણ રહ્યો હતો. ત્યારબાદ ઝડપી ઘટાડા સાથે ચાંદી નીચામાં 148034 ના સ્તરે પહોંચી ગઈ હતી. આમ, ચાંદીમાં એકઝાટકે 5 મિનિટમાં જ 9448 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે.

બીજી તરફ, સોનામાં પણ સવારથી જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું તેના જૂના બંધ ભાવ 127452 સામે ઘટીને 123629 ના નવા ઓપન ભાવે ખૂલ્યું હતું, જે આજનો હાઈ પણ રહ્યો હતો. ત્યારબાદ ભાવ વધુ તૂટીને નીચામાં 122234 ના સ્તરે પહોંચ્યા હતા. આમ, બજાર ખુલતાં જ સોનામાં 5218 રૂપિયાનો મોટો કડાકો નોંધાયો છે.

ડોલરની મજબૂતી, અમેરિકી બોન્ડ યીલ્ડમાં તેજી અને ફેડની કડક નાણાકીય નીતિની આશંકા હાલ સોના માટે પડકારરૂપ બની રહી છે. આ સ્થિતિને જોતાં આગામી દિવસોમાં પણ સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેવાની શક્યતા છે.

આ ઘટાડા પાછળ મજબૂત ભારતીય રૂપિયો અને અમેરિકન ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ વધુ કડક થવાની વધતી આશંકા મુખ્ય કારણો રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ પ્રતિ ઔંસ $3614.59 પર છે. દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,830 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,940 છે. હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,790 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,680 છે.  હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,840 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,730 છે.

બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો યથાવત્ છે. 20 નવેમ્બરની સવારે ચાંદીની કિંમત ₹179900 પ્રતિ કિલોગ્રામ નોંધાઈ છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં ચાંદીના ભાવમાં ₹2500નો ઘટાડો થયો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ ₹400000ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરની કિંમત પ્રતિ ઔંસ $42.86 નોંધાઈ છે.

સરકારે બિનજરૂરી આયાત પર અંકુશ મૂકવા માટે મે મહિનામાં સોના અને ચાંદી પરનું આયાત શુલ્ક 6 ટકાથી વધારીને 15 ટકા કર્યું હતું. આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન દેશમાં સોનાની આયાત આશરે 40 ટકા ઘટીને $24.78 અબજ રહી હતી. ગયા વર્ષે આ જ સમયગાળામાં સોનાની આયાત લગભગ $41.24 અબજ હતી.

ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો આવતા બજારમાં ભારે હલચલ મચી છે. ખાસ કરીને નવેમ્બર મહિનામાં સોના-ચાંદીના ભાવમાં થયેલો ઘટાડો રોકાણકારો અને વેપારીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. જાન્યુઆરી 2026ની સરખામણીએ નવેમ્બર 2026માં સોનું આશરે 25 ટકા અને ચાંદી લગભગ 59 ટકા સસ્તી થઈ છે.

જાન્યુઆરી 2026માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,80,000 હતો, જે નવેમ્બર સુધીમાં ઘટીને રૂ.1,34,000 થયો છે. એટલે કે સોનાના ભાવમાં રૂ.46,000નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ચાંદીનો ભાવ જાન્યુઆરીમાં પ્રતિ કિલો રૂ.4,10,000 હતો, જે નવેમ્બરમાં ઘટીને રૂ.1,67,000 થયો છે. આ રીતે ચાંદીમાં પ્રતિ કિલો રૂ.2,43,000નો મોટો ઘટાડો થયો છે.

સોના-ચાંદીમાં ઘટાડાના 4 મુખ્ય કારણો

વ્યાજદર વધવાની આશંકા: અમેરિકામાં મોંઘવારીની ચિંતા વચ્ચે ફેડરલ રિઝર્વ (Fed) દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી આશંકા વધી છે.

ડોલરમાં મજબૂતી: ડોલર ઈન્ડેક્સમાં આવેલી તેજીને કારણે સોના પર દબાણ વધ્યું છે. ડોલર મજબૂત થતાં અન્ય દેશોના ખરીદદારો માટે સોનાની ખરીદી મોંઘી બને છે.

બોન્ડ યીલ્ડમાં ઉછાળો: અમેરિકાના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 5% થી ઉપર જળવાઈ રહી છે, જેના કારણે રોકાણકારો માટે સોનાની સરખામણીએ બોન્ડ વધુ આકર્ષક બન્યા છે.

AI શેરોમાં વેચવાલી: ટેક્નોલોજી અને AI કંપનીઓના શેરોમાં ઘટાડાને પગલે રોકાણકારો અન્ય એસેટ્સમાં પણ વેચવાલી કરી રહ્યા છે, જેની અસર સોના પર પણ પડી છે.

ભારતમાં આજે સોનાનો ભાવ

  • 24 કેરેટ સોનું – ₹1,23,190
  • 22 કેરેટ સોનું – ₹1,12,924
  • 18 કેરેટ સોનું – ₹92,393

MCX પર સોના અને ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ

ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડા બાદ ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 20 નવેમ્બરના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં મંદી નોંધાઈ હતી અને તે પ્રતિ 10 ગ્રામ આશરે ₹1,29,380 લાખના સ્તરે જળવાઈ રહ્યો હતો. બીજી તરફ, ચાંદીનો ભાવ મર્યાદિત રેન્જમાં કારોબાર કરતો જોવા મળ્યો હતો અને પ્રતિ કિલોગ્રામ આશરે ₹1,72,841 લાખની આસપાસ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં પણ સકારાત્મક હલચલ જોવા મળી હતી. સ્પોટ ગોલ્ડના ભાવમાં આશરે ઘટાડો આવ્યો હતો અને તે પ્રતિ ઔંસ $3,900ની સપાટીની આસપાસ રહ્યો હતો. જ્યારે સ્પોટ સિલ્વરના ભાવમાં પણ સાધારણ તેજી નોંધાઈ હતી અને તે પ્રતિ ઔંસ $50ની સપાટીથી ઉપર રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ સ્પોટના ભાવમાં 1.17 ટકાનો ઘટાડો થતાં તે ઘટીને આશરે 3804 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં 2.69 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે 46 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહી છે. કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સમાં પણ 1.66 ટકાનો ઘટાડો થતાં ભાવ 3800 ડોલરની નીચે પહોંચ્યા છે. આમ, વૈશ્વિક આર્થિક સ્થિતિ, ડોલરની મજબૂતી અને વ્યાજદર અંગેની અનિશ્ચિતતાને કારણે કિંમતી ધાતુઓના બજારમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધુ ઉતાર-ચઢાવ રહેવાની શક્યતા છે.

You Might Also Like

વાવાઝોડુ અકવાન આજે દરિયાકાંઠે ટકરાશે

૨૦3૫માં વિશ્વમાં ધાર્મિક સમીકરણો બદલશે

 UGC દ્વારા 3૨ બોગસ યુનિવર્સિટીઓની યાદી જાહેર, ગુજરાતમાં તમામ માન્યતાવાળી

 અલનીનોની અસર! રસોડાનું બજેટ હજુ બગડશે

આયુષ્ય માન કાર્ડમાં ૧૧૨ બિમારીની સારવાર બંધ થશે! 

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મંદિર-ગૌશાળાના બહાને નિવૃત્ત અધિકારીના 1.25 કરોડ ચાઉં કર્યા
ગુજરાતરાજકોટ

મંદિર-ગૌશાળાના બહાને નિવૃત્ત અધિકારીના 1.25 કરોડ ચાઉં કર્યા

Editor By Editor 1 day ago
પશ્ચિમ રેલવેના નવા મુખ્ય જનસંપર્ક અધિકારી તરીકે અરુણ કુમાર મીણાએ પદભાર સંભાળ્યો
અલનીનોની અસર! ગુજરાતમાં અત્યાર સુધીમાં પ.૪૫ ટકા શિયાળુ વાવેતર
ઇન્સ્ટાગ્રામની એક લિંકે યુવાનનું બેંક એકાઉન્ટ ખાલી કર્યું
 સોમનાથ કોરિડોર પ્રોજેક્ટને વેગ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસમાં કુલ ૫૫ મિલકતોનું ડિમોલિશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?