- બીલયાળાના મતદાન મથકનો વિડીયો વાયરલ
- સરપંચ સહિત 4 લોકો મતદાન મથકમાં જોવા મળ્યા
- વિડીયોમાં EVM પાસે એકસાથે 3 લોકો થયા ભેગા
ગઇકાલે લોકસભાની સામાન્ય ચૂંટણીઓનું ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થયું. જેમાં ગુજરાતની 25 બેઠકો માટે પણ મતદાન યોજાયું હતું. જોકે, હવે આ મતદાનમાં ઘણી જગ્યાઓએ બોગસ મતદાન થયાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના એક મતદાન મથકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બોગસ મતદાન થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, પોરબંદર લોકસભાના ગોંડલ વિધાનસભામાં આવતા બીલયાળા ગામના મતદાન મથકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં ગામના સરપંચ દિપક રુપારેલીયા સહિત ચાર જેટલા લોકો મતદાન મથકમાં જોવા મળી રહ્યા છે.
મહત્વનું છે કે, સરપંચ અને તેના માણસો દ્વારા બીલયાળા મતદાન મથકમાં જઈને ખુલેઆમ બોગસ વોટિંગ કરતા હોવાનું વાયરલ વિડીયોમાં સ્પષ્ટ ઝડપાઇ ગયું છે. ત્યારે, બીલયાળા ગામના મતદાન મથકમાં થઈ રહેલા બોગસ મતદાનને લઈને ગોંડલ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ચૂંટણી પંચને વિડીયો મોકલી ફરિયાદ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.


