- દૈનિક 700થી 800 હીટસ્ટ્રોકના દર્દીઓ
- ચક્કર આવવા, માથાના દુઃખાવાના કેસ વધ્યા
- શ્રમજીવીઓમાં હીટસ્ટ્રોકની વધુ અસર
રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સ્થિતિ પણ બની રહી છે. અત્યારની સીઝનમાં રાજ્યમાં હીટવેવને લઈને હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. વડોદરાની વાત કરીએ તો અહીં પણ હીટવેવના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.
રોજ કેટલા કેસ આવે છે
વડોદરાની વાત કરીએ તો અહીં હીટવેવના કારણે દૈનિક 700થી 800 હીટસ્ટ્રોકના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. આ દર્દીઓને ખાસ કરીને માથું દુઃખવું અને ચક્કર આવવાની ફરિયાદ જોવા મળી રહી છે. ખાસ કરીને જે વ્યક્તિઓ શ્રમજીવીઓ છે તેમને આ સમસ્યાનો શિકાર બનવું પડી રહ્યું છે.

ગરમીથી બચવા શું કરવું અને શું ન કરવું ?
શું કરવું?
-જો બહાર નીકળવું જ પડે તો મોઢા પર રૂમાલ અને માથા પર રૂમાલ બાંધવો.
-સુતરાઉ અને આખી બાંયનાં કપડાં પહેરવાં.
-લૂ લાગવાનાં ચિહ્નો દેખાય તો ઠંડા વાતાવરણમાં રહેવું.
-ઝાડા-ઊલટીના કેસમાં દર્દીને લીંબુપાણીમાં ખાંડ અને મીઠું નાખીને પીવડાવવું જોઈએ. તેમજ ઓઆરએસનું પ્રવાહી આપવું જોઈએ.
શું ન કરવું?
-બને ત્યાં સુધી તડકામાં બહાર ન નીકળવું.
-ભારે ખોરાક ખાઇને તડકામાં ન નીકળવું.
-ઠંડકમાંથી એકદમ તડકામાં જવાનું ટાળવુ જોઇએ.
શરીરમાં પાણી ન ઘટવું જોઇએ
-હીટસ્ટ્રોક પાછળ ખોરાક, પહેરવેશ અને રહેણી કરણી જવાબદાર છે.
-બપોરે 4થી 5 કલાક બહાર નીકળવાનું ટાળવું.
-શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે નહીં અને વિટામિન સી આપતાં ફળનો ઉપયોગ વધારવો.


