- રાજકોટની એથ્લેટ દેવીયાનીબા ઝાલાએ ઓરિસ્સામાં જીત્યો બ્રોન્ઝ
- નેશનલ સિનિયર ચેમ્પિયનશિપમાં 200 મીટર રેસમા જીત્યો મેડલ
- દેવીયાનીબાએ અત્યાર સુધીમાં જીત્યા 14 ગોલ્ડ,9 સિલ્વર, 4 બોન્ઝ મેડલ
રાજકોટની એથ્લેટ દીકરીએ રાજકોટ અને ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. શહેરની એથ્લેટ દેવીયાનીબા ઝાલાએ એક નેશનલ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવીને રાજકોટને ગૌરવ અપાવ્યું છે.
રાજકોટની એથ્લેટ દેવીયાનીબા ઝાલાએ ઓરિસ્સામાં ભુવનેશ્વર ખાતે યોજાયેલ નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં 200 મીટર રેસમા ભાગ લઈને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઓરિસ્સામાં ભુવનેશ્વર ખાતે નેશનલ કક્ષાની સિનિયર ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું જેમાં દેવીયાનીબા ઝાલાએ 200 મીટરની રેસ 24.14 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. આમ, દેવીયાનીબા ઝાલાએ 200 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે.
મહત્વનું છે કે, આ પહેલા દેવીયાનીબા ઝાલાએ દિલ્હી ખાતે 2018માં યોજાયેલી 64મી નેશનલ સ્કૂલ ઍથલેટિક્સમાં 100 મીટર રેસ 12.45 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. મૂળ લીમડીના મોટા ત્રાડીયા ગામની રાજકોટની દીકરીએ અત્યાર સુધીમાં અલગ અલગ રેસમાં 14 ગોલ્ડ,9 સિલ્વર અને 4 બોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને ખાસકરીને રાજકોટને ગૌરવ અપાવ્યું છે.


