- IPL જોવા આવેલા 41 દર્શકોને હીટસ્ટ્રોક
- ગરમીથી ચક્કર, તાવ, પેટમાં દુઃખાવાની ફરિયાદ
- ગરમીમાં ક્રિકેટપ્રેમીઓને મેચ જોવી ભારે પડી છે
અમદાવાદના સ્ટેડિયમમાં મેચ રસિકો ગરમીનો શિકાર બન્યા છે. જેમાં આઇપીએલ જોવા આવેલા 41 દર્શકો હિટ સ્ટ્રોકનો ભોગ બન્યા છે. તેમાં હિટ સ્ટ્રોકની અસર થયેલા દર્શકોને 108માં સારવાર અપાઈ છે. તેમજ સ્ટેડિયમાં દર્શકોને ગરમીથી ચક્કર,તાવ,પેટમાં દુઃખાવો સહિતની ફરિયાદ થઇ છે. તેમાં અમદાવાદમાં હિટ વેવની અસર ક્રિકેટ સ્ટેડિયમમાં વર્તાઈ છે.
ગરમીમાં ક્રિકેટપ્રેમીઓને મેચ જોવી ભારે પડી છે
ગરમીમાં ક્રિકેટપ્રેમીઓને મેચ જોવી ભારે પડી છે. જેમાં અમદાવાદના સ્ટેડિયમમાં મેચ રસિકો ગરમીનો શિકાર બન્યા છે. તેમાં આઇપીએલ જોવા આવેલા 41 દર્શકો હિટ સ્ટ્રોકનો ભોગ બન્યા છે. ત્યારે દર્શકોને તાત્કાલિક હિટ સ્ટ્રોકની અસરને લઇ 108માં સારવાર અપાઇ છે. અમદાવાદમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે. ગઇકાલે અમદાવાદમાં ચાલુ મેચ દરમિયાન 41 મેચ રસિકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા હતાં. ઉલ્લેખનીય છે કે, કાલે મોટી સંખ્યામાં લોકો IPLમેચ જોવા પહોંચ્યા હતા. ગઈકાલે મેચ નિહાળવા ભારે ભીડ ઉમટી હતી. જેથી અનેક લોકો હેરાન પણ થયા હતાં.
મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ફાયદાકારક રહીં તે મેચ રસિકો માટે કપરી રહી
અમદાવાદમાં મેચ દરમિયાન લોકોને તાવ,ચક્કર, પેટમાં દુખાવાની ફરિયાદ આવી હતી. ઉલ્લેખનીય છે કે એક અંદાજ પ્રમાણે ભારે ગરમીમાં 75 હજારથી વધુ લોકોએ મેચ નિહાળી હતીં. જો કે, અનેક લોકોને મેચ દરમિયાન ભીષમ ગરમીનો સમાનો કરવો પડ્યો હતો. જેથી કાલની જે મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ફાયદાકારક રહીં તે મેચ રસિકો માટે કપરી રહી હતી.


