- સુરતમાં ઉમરપાડાના પીનપુર, ચોખવાડા વિસ્તારમાં વરસાદ
- કેવડી, ચવડા સહિતના વિસ્તારમાં વરસાદ
- વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક
કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તેવામાં સુરતમાં બફારા વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઇ ગઇ છે. સુરતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
મળતી માહિતી મુજબ, સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું તેવામાં સુરતના ઉમરપાડા તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં ખાસ કરીને ઉમરપાડા તાલુકાના પીનપુર, ચોખવાડા, કેવડી, ચવડા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ધારીમાં વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.


